
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી, તા-૧૯ ડિસેમ્બર : નિયામકશ્રી આયુષ કચેરી અને જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શનથીઆયુર્વેદ શાખા જિલ્લા પંચાયત કચ્છ અને સરકારી આયુર્વેદ હોસ્પિટલ ભુજ ના સયુંકત ઉપક્રમે જીલ્લા પંચાયત કચ્છ ના મુલાકાતીઓ અને અધિકારીઓ/કર્મચારીઓ માટે વિનામૂલ્યે સ્વાસ્થ્ય વર્ધક અમૃત પેય (ઉકાળા) તા:-૧૯/૧૨/૨૦૨૪ થી દરરોજ સવારે ૧૦ થીસાંજે૬ વાગ્યા દરમ્યાન (જાહેર રજાઓ સિવાય)જિલ્લા પંચાયત કચેરીના મુખ્ય દ્વાર ખાતે પીવડાવવામાં આવશે, જેનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહજાડેજા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી, એસ.કે.પ્રજાપતિના વરદ હસ્તે તા:-૧૯/૧૨/૨૦૨૪ સવારે ૧૧ વાગ્યે રાખવામાં આવેલ હતો. ઉકાળા વિતરણ આવતા ૧ મહિના સુધી ચાલુ રહેશે.






