AMRELI CITY / TALUKOLILIYA

લીલીયા મોટા ખાતે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ના અપમાન બાબત આવેદન પાઠવાયું

રિપોર્ટર ઇમરાન ખાન પઠાણ લીલીયા

લીલીયા મોટા ખાતે ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકર ના અપમાન બાબત આવેદન પાઠવાયું

લીલીયા મોટા ખાતે ડો. બાબા સાહેબ આંબેડકર યુવા ગ્રુપ લીલીયા તાલુકા અને તાલુકા કોંગ્રેસ પરિવાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના અપમાન બદલ આજરોજ લીલીયા મામલતદાર કચેરી ખાતે મામલતદાર ને આવેદન પત્ર પાઠવાયુ જે આવેદન પત્ર માં માંગ કરવામાં આવેલ છે કે ભારત રત્ન અને બંધારણના ધડવૈયા અને દેશને સમાનતા અને બંધુત્વ લાવનાર ડો.બાબા સાહેબ આંબેડકર નું તાજેતરમાં દેશના ગ્રુહ મંત્રી સંસદ ભવન માં જે અપમાન કરેલ છે તે ખુબ નિંદનીય છે તેને સખ્ખત શબ્દોમા વખોડવામાં આવેલ અને આ બાબતે ગૃહ મંત્રી અમિત દેશની માફી માંગે અને દેશના વડાપ્રધાન આ બાબતે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગણી આવેદન પત્ર મારફત કરવા માં આવેલ
દેશના કરોડો લોકો બાબા સાહેબને આદર્શ માને છે અને તેમના કારણે દેશના સામાન્ય માં સામાન્ય માણસ ને સમાનતા અને શિક્ષણ અને એકતાનો ઉદય થયો છે ત્યારે આવી મહાન વિભુતી વિશે અયોગ્ય ટીપ્પણી ને સખ્ખત શબ્દોમાં વખોડવા માં આવેલ તેમ ઈમરાન પઠાણ ની અખબારી યાદી માં જણાવેલ છે..

Back to top button
error: Content is protected !!