GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી લોહાણાપરામાં ખાલી પ્લોટના કચરામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

 

MORBI:મોરબી લોહાણાપરામાં ખાલી પ્લોટના કચરામાં ભીષણ આગ, ફાયર બ્રિગેડે મેળવ્યો કાબુ

 

​મોરબી: શહેરના મધ્યમાં આવેલા લોહાણાપરા શેરી નંબર 2 માં આજે બપોરના સમયે એક ખાલી પ્લોટમાં પડેલા કચરાના ઢગલામાં અચાનક આગ ફાટી નીકળતા વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. સદનસીબે, ફાયર વિભાગની સમયસૂચકતાને કારણે મોટી હોનારત ટળી હતી.



​પ્રાપ્ત વિગતો અનુસાર, લોહાણાપરા શેરી નંબર 2 માં આવેલા આ ખાલી પ્લોટમાં લોકો સતત કચરો નાખતા હોવાથી પ્લોટ માલિક દ્વારા પતરા પણ લગાવવામાં આવ્યા હતા. પતરા મારીને આડશ ઉભી કરવામાં આવી હોવા છતાં, કેટલાક લોકો ત્યાં કચરો નાખવાનું ચાલુ રાખતા હતા. આજે બપોરે આ એકઠા થયેલા કચરામાં અચાનક આગ લાગી હતી, જેણે જોતજોતામાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું.​આગની જાણ થતા જ આસપાસના લોકોમાં ફાળ પડી હતી. તાત્કાલિક મોરબી ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ​ફાયર ફાઈટરની ટીમ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી હતી.​પાણીનો મારો ચલાવી કચરામાં લાગેલી આગ પર ટૂંક સમયમાં જ સંપૂર્ણ કાબુ મેળવી લીધો

Back to top button
error: Content is protected !!