GUJARATHALOLPANCHMAHAL

હાલોલ-નગરમાં હવે તીસરી આંખથી રહેશે બાજ નજર,વિશ્વાસ પ્રોજેક્ટ અંર્તગત ખાતમૂર્હૂત,120 સીસીટીવી કેમેરા લગાવાશે,જાણો ક્યાં વિસ્તાર માં કેવા પ્રકારના કેટલા કેમેરા ઇન્સ્ટોલ કરાશે

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૦.૧૨.૨૦૨૪

હાલોલમાં કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ મજબૂત કરી નગરજનો ની સુરક્ષામાં વધારો કરવા માટે ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ ફેઝ-2 અંતર્ગત નગરના મુખ્ય વિસ્તારો અને માર્ગોને સીસીટીવી કેમેરા થી સજ્જ કરવાની કામગીરી કરવામાં આવનાર છે.આ કામગીરીના ઇન્સ્ટોલેશનના ખાતમુહૂર્ત નો કાર્યક્રમ આજે હાલોલના ધારાસભ્ય અને જિલ્લા એસપી ની ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું હતું.નગરના 15 સ્પોટ ઉપર 120 સીસીટીવી કેમેરા લગાવવમાં આવનાર છે,જેના સતત મોનીટરીંગ થી નગરજનો ની સુરક્ષા માં વધારો કરવામાં આવશે.હાલોલ ટાઉન પોલીસ મથક ના કાળીભોઈ ખાતે રાખવામાં આવેલા આ કાર્યક્રમ માં જિલ્લા એસપી હિમાંશુ સોલંકી,હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર,હાલોલ ડીવાયએસપી વી.જે.રાઠોડ, હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઇ કે.એ.ચૌધરી,હાલોલ રૂરલ પોલીસ મથકના પીઆઇ આર.એ.જાડેજા સહિત પોલીસ સ્ટાફ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.નગરમાં 15 જગ્યા ઉપર પોલ ઉભા કરવામાં આવનાર છે અને ત્યાં કુલ 120 સીસીટીવી કેમેરા થી નગરમાં થનારી તમામ ગતિવિધિ ઉપર નજર રાખવામાં આવનાર છે.કાળીભોઈ ખાતે સીસીટીવી પોલ ઉભો કરવાની કામગીરીનું આજે ધારાસભ્ય અને જિલ્લા એસપીએ શ્રીફળ વધેરી ખાતમુહૂર્ત કર્યું હતું.આ અંગે જાણકારી અપાતા જિલ્લા એસપી હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે નગરના 15 વિસ્તારો નક્કી કરવામાં આવ્યા છે, અને ત્યાં 120 કેમેરા લગાવવમાં આવશે, જેમાં ANPR (ઓટોમેટીક નંબર પ્લેટ રિકોગ્નાઈઝ) પ્રકારના કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવનાર છે, જેથી સરળતા થી વાહનોના નંબર ની ઓળખ છતી થાય, સાથે 360 ડીગ્રી ઉપર ફરી શકે તેવા હાઈ રિઝોલ્યુશનના PTZ (પેન ટીલ ઝૂમ) કેમેરા પણ લગાવવમાં આવનાર છે.બાકી ના સ્ટેન્ડબાય કેમેરા નો ઉપયોગ કરવામાં આવનાર છે.જાણો ક્યાં વિસ્તાર માં કેવા પ્રકારના કેટલા કેમેરા ઇન્સ્ટોલ કરાશે. 15 પોલ ની વિગત.(1). ગોપીપુરા ચોકડી પોલ ઉપર 04 ફિક્સ કેમેરા અને 02 ANPR કેમેરા લગાવવમાં આવશે.(2). રીંકી ચોકડી ખાતે ના પોલ ઉપર 03 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો લગાવવામાં આવશે.(3) બોમ્બે હાઉસ ત્રણ રસ્તા ખાતે ના પોલ ઉપર 04 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો તેમજ 02 ANPR કેમેરા લગાવવામાં આવશે.(4).બસ સ્ટેન્ડ ખાતેના પોલ ઉપર 02 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો લગાવવામાં આવશે.(5).કંજરી ચોકડી ખાતેના પોલ ઉપર 04 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો લગાવવામાં આવશે.(6).દાવડા ચોકડી ખાતેના પોલ ઉપર 04 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો તેમજ 02 ANPR કેમેરા લગાવવામાં આવશે.(7) જ્યોતિ સર્કલ ખાતેના પોલ ઉપર 04 ફિક્સ કેમેરા 02 PTZ કેમેરા અને 08 ANPR કેમેરા લગાવવામાં આવશે.(8) ચંદ્રપુરા ચોકડી ખાતે ના પોલ ઉપર 06 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો અને 04 ANPR કેમેરા લગાવવામાં આવશે.(9) કસબા હુસેની ચોક ખાતે ના પોલ ઉપર 02 ફિક્સ કેમેરા 01 PTZ કેમેરો ઇન્સ્ટોલ કરાશે.(10) બસ સ્ટેન્ડ પોલીસ ચોકી ના પોલ ઉપર 03 ફિક્સ કેમેરા 02 PTZ કેમેરા અને 06 ANPR કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.(11) શાક માર્કેટ માં લગાવવામાં આવનાર પોલ ઉપર 03 ફિક્સ કેમેરા અને 01 PTZ કેમેરો લગાવવામાં આવશે.(12) સ્ટેશન રોડ ખાતેના પોલ ઉપર 04 ફિક્સ કેમેરા અને 02 ANPR કેમેરા ઇન્સ્ટોલ કરાશે.(13) કંજરી બાયપાસ રોડ ઉપર ઉભા થનારા પોલ ઉપર 06 ફિક્સ કેમેરા 02 PTZ કેમેરા તેમજ 10 ANPR કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવશે.(14) નવજીવન ચોકડી ખાતે ના પોલ ઉપર 03 ફિક્સ કેમેરા 02 PTZ કેમેરા અને 06 ANPR કેમેરા ઇન્સ્ટોલ કરાશે.(15) કાળીભોઈ ચોકડી ખાતે ના પોલ ઉપર 03 ફિક્સ કેમેરા, 01 PTZ કેમેરો અને 06 ANPR પ્રકારના કેમેરા ઇન્સ્ટોલ કરવામાં આવનાર હોવાની જાણકારી પોલીસ વિભાગ દ્વારા જાણવા મળી રહી છે.

Back to top button
error: Content is protected !!