BHARUCHBHARUCH CITY / TALUKOGUJARAT

ભરૂચ : નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત

સમીર પટેલ, ભરૂચ
ભરૂચના નેશનલ હાઇવે 48 પર વડદલા નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાતા ટ્રકમાં ભરેલા ઓઇલ બેરલ લીક થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી.

ભરૂચ વડોદરા વચ્ચેના વાહનોની સતત ધમધમતા નેશનલ હાઇવે નંબર 48 પરથી પસાર થતી ઓઇલ બેરલોની ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.જેમાં બસના આગળના ભાગને ભારે નુકસાન થયું હતું. તો અકસ્માતમાં ટ્રકમાં રહેલા ઓઇલના બેરલ લીકેજ થતા ઓઇલ રોડ ઉપર ઢોળાયું હતું.અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પીઆઈ. સહિતનો કાફલો દોડી આવ્યો હતો

થોડા સમય માટે વાહન વ્યવહાર બંધ કરી ઓઈલ ઉપર માટી નાખવામાં આવી હતી તેમજ વાહનોને પણ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. થોડા સમયમાં વાહન વ્યવહારને પૂર્વવત કરવામાં આવ્યો હતો.આ દરમિયાન નજીકમાં જ આવેલી શાળાના બાળકોને ટ્રાફિક પોલીસ દ્વારા રોડ ક્રોસ કરી સ્કૂલવાન માંથી સ્કૂલ સુધી સુરક્ષિત રીતે મુકવાની સુંદર કામગીરી કરવામાં આવી હતી.અકસ્માતની ઘટનામાં કોઈ જાનહાની થઈ ન હતી.

Back to top button
error: Content is protected !!