GUJARATJUNAGADHKESHOD

ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા લૉજ ગામે ૨૫ લાખ ની ગ્રાન્ટ ના વિકાસ કામો શરૂ થયા સ્વામી મંદિરના કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપ દાસજી તથા સરપંચ રવી નંદાણીયા ની દેખરેખ નીચે કામોની શરૂઆત

માંગરોળ તાલુકાના લોએજ ગામના યુવા અને ઉત્સાહી સરપંચ રવિભાઈ નંદાણીયા લોજ ગામના વિકાસ માટે સતત કાર્યશીલ અને ઉત્સાહ દાખવી રહ્યા છે તાજેતરમાં જ શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રખ્યાત તીર્થધામ સ્વામી મંદિર ખાતે ગુજરાત રાજ્ય પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા ૨૫ લાખ ની ગ્રાન્ટના વિકાસ કામો શરૂ થયેલા છે આ કામોમાં સર્વપ્રથમ સ્વામિનારાયણ મંદિરમાં પેવર તથા બ્લોકના કામો શ્રી કોઠારી સ્વામી મુક્ત સ્વરૂપદાસજી ની દેખરેખ નીચે પૂર્ણ થવા ની તૈયારીમાં છે આ કામ શરૂ કરવામાં સરપંચ રવિભાઈ નંદાણીયા અને લો એ જ મંદિરના મહંત શ્રી મુક્ત સ્વરૂપ દાસજી સ્વામી એ ભારે જહેમત ઉઠાવી હતી સરપંચ અને મંદિરના કોઠારી સ્વામી મંદિર તેમજ ગામ નો વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહે છે સરપંચશ્રીના પ્રયત્નોથી લોએ જ ગામ રળિયામણું બની રહ્યું છે…

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!