MORBI મોરબી ડીસ કચેરી ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી ન કરતાં, સીલીકોસીસ પીડીત પહોચ્યા કલેક્ટર કચેરી.
MORBI મોરબી ડીસ કચેરી ફરિયાદ ઉપર યોગ્ય કાર્યવાહી ન કરતાં, સીલીકોસીસ પીડીત પહોચ્યા કલેક્ટર કચેરી.
મોરબી સીરામીક સીટી તરીકે વિશ્વમાં નામના ધરાવે છે. ત્યારે વળી આ સીરામીક એકમોના કારણે ઘણા કામદારો વ્યવસાયિક બીમારી સીલીકોસીસના ભોગ બને છે. ત્યારે મોરબીની ડીસ કચેરીની જવાબદારી છે કે મોરબીમાં સીરામીક એકમોમાં કામ કરતાં કામદારને સીલીકોસીસ ન થાય તેની કાયદાની જોગવાઇ આપેલ છે તેનું પાલન કરાવી ડીસ કચેરી કામદારોને સીલીકોસીસથી બચાવી શકે છે.
પરંતુ ડીસ કચેરી તો કામદારને સામાન્ય આઈ ડી કાર્ડ, પગાર પાવતી જેવા મૂળભૂત અને પ્રાથમિક કાયદાઓનું પણ પાલન કરાવી નથી શકતી. ફેક્ટરી એક્ટ હેઠળ વિશાળ સતા હોવા છતાં કેમ કાયદા પાલન કરાવવામાં ડીસ કચેરીના અધિકારી પાછા પડે છે.
ડીસ કચેરીની ફરિયાદ લઈને સીલીકોસીસ પીડીત બાબુભાઈ અને એમના પત્ની કલેકટર કચેરી પાસે ન્યાયની આશાએ પહોંચ્યા જ્યાં પીડીતએ જીવતે જીવત ન્યાય અને વળતર અપાવો તેવી વિનંતી રૂપે આવેદન આપ્યું સાથે અધિક કલેકટરે જોડે ડીસ કચેરીને ૩ મહિના અને ૧ મહિના પહેલા કરેલ ફરિયાદ અંગે વાત કરી જેમાં અધિક કલેકટર સાહેબએ તાત્કાલિક પગલાં લેવા ડીસ કચેરીને જણાવ્યું.
ચેતનાબેનનો ડીસ કચેરી પર આક્ષેપ છે કે મારા પતિ બાબુભાઈને સીલીકોસીસ થયો પરંતુ કજારીયા સીરામીકના મેનેજરએ જે ફોર્મ નંબર – ૨૨ ( વ્યવસાય | રોગ અંગેની | નોટિસ) કાયદા મુજબ મોકલવું પડે પણ હજી ડીસ કચેરીને નથી મોકલ્યું અને ડીસ કચેરીના રાવલ સાહેબને મેં આ બાબતે ૦૨/૧૨/૨૦૨૪ ના રોજ પણ રૂબરૂ વાત કરી છતાં ફોર્મ નં- ૨૨ ન ભરવા ડીસ કચેરી માલિકનો બચાવ કરવાનો સતત પ્રયત્ન