GUJARATHALOLPANCHMAHAL

હાલોલ ટાઉન પોલીસ દ્વારા લોક દરબાર તેમજ નશા નાબૂદી અભીયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૩.૬.૨૦૨૪

હાલમાં વ્યાજખોરોના ત્રાસથી અનેક લોકો ત્રસ્ત થઈ ચૂક્યા છે. કેટલાક અરજદારો સમાજમાં આબરૂ જવાની બીકે અથવા તો ડરના કારણે રજૂઆત પણ કરી શકતા નથી.ત્યારે આ તમામ સ્થિતિઓને લઇને પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ઠેર ઠેર લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું છે.જેને લઇ આજે રવિવારના રોજ હાલોલ ટાઉન પોલીસ મથકના પીઆઈ કે.એ.ચોધરી તેમજ પીએસઆઈ ની અધ્યક્ષતામા હાલોલ નગરના સ્ટેશન રોડ પર આવેલ રામદેવજી મંદીર ખાતે લોક દરબારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ત્યારબાદ નગરમાં ડ્રગ્સ સેવન નશા નાબૂદી અભિયાન અંતર્ગત નગરના વિવિધ માર્ગો પર રેલી યોજાઇ હતી જેમાં નગરજનો પણ હાજર રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!