નવસારી જિલ્લાના દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લીધી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી
*નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકાત લેતા દેગામ હાઈસ્કૂલના બાળ વિજ્ઞાનિકો..*
વિજ્ઞાન અને ટેક્નોલોજીની મદદથી આજે આપણે અશ્ક્ય બાબતોને પણ શક્ય બનાવી શક્યા છીએ… જેમકે કોમ્પ્યુટર , રોબોટ , ટી.વી., સ્માટ મોબાઇલ, શરીરના વિવિધ અંગોનુ પ્રત્યારોપણ, અન્ય ગ્રહો પર જીવનની શોધ, વિમાન, સ્પેસ સાયન્સ વગેરે વગેરે અનેક બાબતો. નવસારી જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી તાજેતરમાં ભીમભાઇ ભગવાનજી દેસાઈ હાઈસ્કૂલ ટ્રસ્ટ દેગામ સંચાલિત બી.બી.દેસાઈ હાઈસ્કૂલ દેગામના બાલવિજ્ઞાનિકોએ અમદાવાદ સાયન્સ સીટીની શૈક્ષણિક મુલાકત લેવામાં આવી હતી. આ સમગ્ર મુલાકાત દરમિયાન લોક વિજ્ઞાન કેન્દ્ર નવસારીના સંયોજક શ્રી મિહિર અને દિવ્યકાંતભાઈ દ્વારા સચોટ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. શાળાના ધો 10 ના 46 વિદ્યાર્થીઓ અને 3 શિક્ષકોએ સાયન્સસીટીની શૈક્ષણિક મુલાકાત લીધી હતી. જેના વિદ્યાર્થીઓ ખૂબ જ ઉત્સાહિત હતા. અહીં બાળકોએ રોબોટિક ગેલેરી,એકવાટિક ગેલેરી, થ્રિલ રાઇડ,નેચર પાર્ક,હોલ ઓફ સ્પેસ, હોલ ઓફ સાયન્સ, એમ્ફિથિયેટર, મિશન ટુ માર્શ અને IMAX થિએટેરમાં હબલ 3D મુવી જેવા આકષૅણો નિહાળ્યા.એકવાટિક ગેલેરીમાં વિવિધ જળચર જીવો વિશે માહિતી મેળવી અને રોબોટિક ગેલેરીમાં વિવિધ પ્રકારના રોબોટ નિહાળ્યા હતા. જેમાં રોબોટ દ્વારા કઈ રીતે આગામી સમયમાં સજૅરી થઈ શકશે તે નિહાળ્યું. ત્યારબાદ હોટલમાં, રમત-ગમતમા, મોલમાં,ખેતી ક્ષેત્રે, ઘરનાં કામકાજમાં કઇ રીતે રોબોટ કાયૅ કરી શકે તેનું પ્રત્યક્ષ નિદશૅન નિહાળવામાં આવ્યું હતું. હોલ ઓફ સ્પેસમા સુર્ય મંડળના તમામ ગ્રહોને મોટા LED સ્ક્રીન પર નિહાળી આપણી પૃથ્વી કેટલી સુંદર છે અને એક્માત્ર જીવસૃષ્ટિ ધરાવતો ગ્રહ હોય એનું રક્ષણ કરવુ એ આપણી સૌની ફરજ છે. અમદાવાદ સાયન્સસીટી પ્રવાસનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવવાનો અને વિજ્ઞાનની પાછળના રહસ્યોને ઉજાગર કરવાનો છે.



