આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 80 મોં સ્વતંત્રતા દિવસ ઉત્સાહપૂર્વક ઉજવાયો

16 ઓગસ્ટ જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 80 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કેળવણી મંડળના મંત્રીશ્રી વી.વી.ચૌધરી ના વરદ્દહસ્તે ધ્વજ ફરકાવી હર્ષોલ્લાસ સાથે કરવામાં આવી. આ પ્રસંગે શ્રી અખિલ આંજણા કેળવણી મંડળના પ્રમુખશ્રી કે.કે.ચૌધરી તથા હોદ્દેદારશ્રીઓ, આદર્શ શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલશ્રીઓ તથા સ્ટાફમિત્રો, વિદ્યાર્થીઓ અને વાલીઓ તિરંગાને સલામી આપવા તથા દેશભક્તિને ઉજાગર કરવા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.પ્રાસંગિક પ્રવચનમાં આજના મહેમાનશ્રી તથા કેળવણી મંડળના મંત્રીશ્રી વી.વી.ચૌધરી એ ક્રાંતિવીરોની વીરતા, શૌર્ય અને બલિદાનને યાદ કરી દેશના શ્રેષ્ઠ નાગરિક બની સ્વચ્છતા ત્યાં પ્રભુતા, પ્લાસ્ટિક મુક્ત ભારત જેવા મિશનોને સાકર કરી ભારતને આશા અને અવસરોનો દેશ બનાવવા વિદ્યાર્થીઓને પ્રેરણા આપી હતી. આચાર્યશ્રી દિનેશભાઈ ચૌધરી અને આદર્શ આદર્શ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ શ્રીમતી અલકાબેન મેવાડાએ પણ પ્રાસંગિક ઉદ્દબોધન કરી વિદ્યાર્થીઓને આઝાદીના મૂલ્યોનું જતન કરવાની પ્રેરણા આપી હતી. સાથે સાથે સંકુલના વિદ્યાર્થીઓએ દેશભક્તિના ગીતો અને નૃત્યો રજૂ કરી રાષ્ટ્રપ્રેમની ભાવનાને ઉજાગર કરી હતી. આમ આદર્શ શૈક્ષણિક સંકુલ, વિસનગર ખાતે 80 મોં સ્વતંત્રતા દિવસ હર્ષોલ્લાસ સાથે ઉજવાયો.






