સંતરામપુર બહુજન સમાજની મહિલાઓ દ્વારા અમિત શાહ વિરુદ્ધ પોસ્ટકાર્ડ લખી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો.

સંતરામપુર તાલુકાની બહુજન સમાજની મહિલાઓ દ્વારા પોસ્ટકાર્ડ લખી વિરોધ પ્રગટ કરવામાં આવ્યો…
રિપોર્ટર.
અમીન કોઠારી :- મહીસાગર
આજ રોજ મહિલા અઘિકાર મંચ દ્વારા સંતરામપુર તાલુકાના મહીલાઓ દ્વારા
અમિત શાહ દ્વારા રાજ્યસભામાં ડો બાબાસાહેબ આંબેડકરનું અપમાન કરવામાં આવ્યું છે ત્યારે દેશની મહિલાઓને બંધારણમાં સમાનતાનો અધિકાર આપી નર્કની યાતનામાંથી બહાર કાઢનાર બાબાસાહેબ આંબેડકર જ દલિતો અને શોષિતો ની સાથે મહિલાઓના પણ મસીહા છે એ વાતનો એહસાસ ઘમંડી અમિત શાહને કરાવવા સોમવારે સંતરામપુર તાલુકાના બહુંજન સમાજ ની મહિલા ઓદ્વારા પોસ્ટ કાર્ડ અભિયાનમાં 50 જેટલા પોસ્ટ કાર્ડ લખીને મોકલી આપવામાં જોડાયા હતા જેમાં સંતરામપુર તાલુકાના બહુંજન સમાજ ની તમામ બહેનોને પોસ્ટકાર્ડ લખીને મોકલી આપવા સહભાગી બન્યા હતા
જે મહિલા અઘિકાર મંચ દ્વારા
સોમવારે આપના વિસ્તારની તમામ બહેનો નજીકની પોસ્ટ ઓફિસ પાસે ભેગા થઈ *”મહિલાઓના મસિહા બાબાસાહેબ આંબેડકર અમર રહો”* લખી પોસ્ટકાર્ડ મોકલી આપવા સમગ્ર સંતરામપુર તાલુકાના બહુંજન સમાજ ની મહિલા સહભાગી બન્યા હતા સદર કાર્યક્રમમાં મહિલા અઘિકાર મંચ ગુજરાત રાજ્ય દ્વારા જરૂરી સલાહ સુચન માગૅદશૅન પુરું પાડવામાં આવ્યું હતું જેમાં સંતરામપુર તાલુકાના સમગ્ર
બહુજન સમાજ ની મહિલા દ્વારા ડો મિતાલીબેન સમોવા મહિલા અઘિકાર મંચ નો ખુબ ખુબ આભાર માન્યો હતો.




