
તા.૨૪.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Dahod:SAC, ISRO, અમદાવાદ અને નવજીવન સાયન્સ કોલેજ, દાહોદના સંયુક્ત ઉપક્રમે ત્રિ દિવસીય વિક્રમ સારાભાઈ આંતરિક્ષ પ્રદર્શન કાર્યક્રમનો ઉદ્ઘાટન સમરોહ યોજાયો
આજરોજ તા.૨૪.૧૨.૨૦૨૪, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન સાયન્સ કોલેજમાં તારીખ.૨૪.૨૫.૨૬ ડિસેમ્બર ૨૦૨૪ દરમિયાન ત્રિદિવાસીય વિક્રમ સારાભાઇ અંતરીક્ષ પ્રદર્શનનું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમ ના ભાગરૂપે મુખ્ય અતિથી તરીકે દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે(IAS) ઉપસ્થિત રહિયા હતા, આ સાથે જિલ્લા શિક્ષણ અધિકારી એસ.એલ.દામા સાહેબ પણ હાજર રહિયા હતા, અને SAC,ISRO ના સીનીયર સાયંટિસ્ટ ડો.ભટ્ટ અને બિન્દવ પંડ્યા સાથે તેમની સંપૂર્ણ ટિમ હાજર રહી હતી.
મુખ્ય અતિથી દાહોદ જિલ્લાના કલેક્ટર યોગેશ નિરગુડે(IAS) તેમજ ઉપસ્થિત મહેમાનો દ્વારા વિક્રમ સારાભાઇ અંતરીક્ષ પ્રદર્શન દાહોદ જિલ્લા માટે ખુલ્લું મુકાયું હતું. આ ત્રિ દિવસીય કાર્યક્રમ માં દાહોદ જિલ્લાની તમામ શાળાઓ અને કોલેજોના વિધ્યાર્થીઓ ઉત્સાહ ભેર ભાગ લે અને ખગોળ શાસ્ત્ર તથા વિજ્ઞાન વિષયમાં રુચિ કેળવે તે હેતુ થી સંપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે,અહી ૧૫ જેટલી પેનલ ૧૦ વર્કિંગ મોડેલ જેમાં ચંદ્રયાન,મંગલયાન GSLV,PSLV સાથે સ્પેસ ઓન વિલ જેવા આકર્ષક અંતરીક્ષ નમુનાઓ ની ગોઠવણી કરવામાં આવી છે, તથા આ કાર્યક્રમ ના ભાગરૂપે રોકેટ લોંચિંગ જેવા પ્રયોગોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, આ પ્રદર્શનમાં આસરે ૧૦ થી ૧૨ હજાર જેટલા વિધ્યાર્થીઓ મુલાકાત લે તેવો અંદાજ છે.આ કાર્યક્રમ નું આયોજન કોલેજના કાર્યકારી આચાર્ય ડો.ગૌરાંગ ખરાદી ના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું છે




