GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

વેજલપુર ઉર્દૂશાળામાં આનંદ મેળાની સાથે શાળાની ૧૦૧ મી વર્ષગાંઠની શાળા પરિવાર દ્વારા શાનદાર ઉજવણી

 

તારીખ ૨૫/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના વેજલપુર ગામે આવેલ ઉર્દુ શાળાની ૧૦૧ મી વર્ષગાંઠની શાળા પરિવાર દ્વારા શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મળતી માહિતી મુજબ ગત તારીખ ૨૩/૧૨/૨૦૨૪ ના રોજ ઉર્દુ શાળાના સ્થાપનાની ૧૦૧ વર્ષ પૂર્ણ થતા ઉર્દુ પ્રાથમિક શાળા વેજલપુર દ્વારા શાળા સ્થાપનાની ૧૦૧ મી વર્ષગાંઠ નિમિત્તે આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું જેમાં શાળાના આચાર્ય હબીબુલ્લાહ સમોલ તેમજ મદદનીશ શિક્ષક ઝુબેર સા. અશરફ સા.સાદિક સા.ના માર્ગદર્શન હેઠળ બાળકોએ ઉત્સાહભેર વિવિધ સ્ટોલ ઉભા કર્યા હતા જેમાં પાણી પકોડી, ફાલૂડાં,મઠીયા પાપડ,ચા કોફી સ્ટોલ, ભજિયા ખમણ,ફ્રુટ, ચના પુલાવ,જેવી અનેક વાનગીઓ બાળકો દ્વારા ઘરે થી બનાવી લાવીને બાળકોનું ધ્યાન આકર્ષિત કર્યું હતું અને ત્યાર બાદ બનાવેલ તમામ વાનગીઓનું શાળાના બાળકોમાં વિતરણ કરાયું હતું અને આમ શાળાનામાં ભણતા બાળકોમાં ખુશીની લહેર જોવાં મળી હતી અને શાળાના શિક્ષકો અને બાળકો દ્વારા સુંદર રીતે આનંદ મેળાની ઉજવણી કરી હતી અને આમ વેજલપુર ઉર્દૂ શાળાની ૧૦૧ મી વર્ષગાંઠની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!