GUJARATMAHISAGARSANTRAMPUR
ઝઘડિયા ની મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી.

ઝગડીયા ની મૃતક દીકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે સંતરામપુર ખાતે કેન્ડલ માર્ચ કાઢવામાં આવી….
રિપોર્ટર મહીસાગર :- અમીન કોઠારી
ઝઘડિયાની ૧૦ વર્ષની દીકરી સાથે દુસ્કર્મ કરી ગુપ્તાંગ પર સળીયો નાખી દેતા સારવાર દરમિયાન મૃત્યુ થતા *આમ આદમી પાર્ટી સંતરામપુર* દ્વારા આરોપી ને ફાસ્ટ ટેક કોર્ટમાં કેસ ચલાવી ફાંસીની સજા થાય એવી એવી માંગ સાથે મૃતક દિકરીને શ્રદ્ધાંજલિ આપવા માટે *“કેંડલમાર્ચ”* કાર્યક્રમનું આયોજન *આમ આદમી પાર્ટી સંતરામપુર* દ્વારા કરવામાં આવ્યું છે.
◊
જેમાં જિલ્લા પ્રમુખ બાબુભાઈ ડામોર સંતરામપુર તાલુકા પ્રમુખ દલસુખભાઈ બામણીયા, પ્રદેશ નેતા પર્વતભાઇ ડામોર, શહેર પ્રમુખ તલ્હા અરબ, ફારુક શેખ, સહિતના આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.




