GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા કંડાચ ચોકડી પાસેથી પંચરાઉ લાકડા ભરી જતુ ટ્રેક્ટર ઝડપી પાડયો

તારીખ ૨૬/૧૨/૨૦૨૪
- સાજીદ વાઘેલા કાલોલ
બુધવારના રોજ રાત્રિના આંઠ થી આંઠ ત્રીસેક કલાક દરમિયાન કાલોલ ના મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર દ્વારા કાલોલ તાલુકાના કંડાચ ચોકડી પાસેથી કોઈપણ પ્રકારની પાસ પરમીટ વગર ગેરકાયદેસર રીતે પંચરાઉ લાકડા ભરી જતુ એક ટ્રેકટર ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા માટે મામલતદાર કચેરી ખાતે મુકાવી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રેકટર વેજલપુર ના ઈસમનું હોવાની પ્રાથમિક માહીતી મળી રહી છે. કાલોલ મામલતદાર દ્વારા ગેરકાયદેસર કામગીરી કરતા તત્વો સામે તટસ્થ રીતે અને સક્રીયપણે કાર્યવાહી કરતા ગેરકાયદેસર કામો કરતા તત્વોમા ભારે ફફડાટ ફેલાયો છે.






