AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લામાં સરકારી અનાજનો ટ્રક ગાયબ થતા ગોડાઉનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા સામે પ્રશ્નાર્થ સર્જાયો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-વાંસદા/ડાંગ

વઘઈ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી અનાજનો ટ્રક ગાયબ થતા અનાજ કૌભાંડની શક્યતા સામે ગોડાઉનમાં લગાવેલ સી.સી.ટી.વી. કેમેરા સામે પ્રશ્નાર્થ સર્જાયો..

ડાંગ જિલ્લાનાં વઘઈ સરકારી અનાજનાં ગોડાઉનમાંથી લાખો રૂપિયાના ઘઉંનો જથ્થો ભરેલ ટ્રક અચાનક ગાયબ થઈ જતાં પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી.જોકે આ ઘટના ને કારણે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે. વઘઈ – આહવા રોડ  ઉપર આવેલ વઘઈ સરકારી ગોડાઉન સામે રોડ ઉપર ટાટા કંપનીનો ગાડી રજી. નં. જી.જે -૧૫-એ.વી-૩૦૩૩ માં અનાજ (ઘઉં) ૫૦ કિગ્રાના ૫૦૦ કટ્ટા ભરેલ હતા.જેનું કુલ વજન  ૨૫,૩૮૦ કિગ્રા જેની કિંમત રૂપિયા  ૧૩,૭૦,૫૨૦/- હોય, જોકે આ ટ્રક પછીથી આ જથ્થા સાથે જ ગાયબ થઈ ગઈ હતી. ત્યારે અહીં રૂપિયા ૧૩,૭૦,૫૨૦/- નો ઘઉં નો જથ્થો અને ટ્રક જેની કિંમત રૂપિયા ૧૫ લાખ એમ મળી કુલ કિંમત રૂપિયા ૨૮,૭૦,૫૨૦/- નો મુદ્દામાલ સરકારી ગોડાઉન પાસેથી રાત્રિના સમયે રોડ પરથી ગાયબ થતા ગોડાઉનમાં લગાવેલ સી. સી. ટી.વી. કેમેરા સામે પણ પ્રશ્નાર્થ ઉભા થઇ રહ્યા છે.કારણ કે ત્યાં સી.સી. ટી. વી. કેમેરા સહિતની સુવિધા હોવા છતાં કોઈ ની પણ નજરમાં આવ્યા વગર ચોર ટ્રક સાથે ઘઉંનો જથ્થો ગાયબ કરી જાય તે વાત ગળે ઉતરે તેમ નથી.ત્યારે ગોડાઉનમાં લગાવેલ કેમેરા ચાલુ છે કે બંધ તે પણ તપાસનો વિષય બનવા પામેલ છે.તેમજ આ ઘટના બાદ અનાજનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું હોય તેવી ચર્ચાઓ પણ જોવા મળી રહી છે. કારણ કે આ રીતે ટ્રક ગોડાઉનમાંથી બહાર નીકળે અને તેની જાણ મેનેજર કે પુરવઠા વિભાગના અધિકારીઓને ન હોય તે વાત શક્ય બને ખરી ? ડાંગ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો હતો,જોકે આ તસ્કરો સરકારી ગોડાઉનમાં જઈ આ રીતે તરખાટ મચાવી શકે ? પુરવઠા વિભાગના અધિકારીઓ અને ગોડાઉન મેનેજરની રહેમ નજર હેઠળ જ આ ચોરીને અંજામ તો આપવામાં આવેલ નથી ને ? આવા અનેક સવાલ સાથે પંથકમાં અનેક તર્ક વિતર્કો સર્જાતા જોવા મળી રહ્યાં છે.જોકે હવે આ ચર્ચાઓમાં તથ્ય અને હકીકત કેટલી તે તો આવનાર સમયમાં જોવુ જ રહ્યુ..

Back to top button
error: Content is protected !!