અમદાવાદમાં ડિસેમ્બર માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો

રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ ખાતે ડિસેમ્બર મહિનાનો જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ કલેકટર કચેરી ખાતે યોજાયો, જે જિલ્લામાં રહેલા નાગરિકોની ફરિયાદોનું નિકાલ લાવવાના ઉદ્દેશ્યથી યોજાયો હતો. આ કાર્યક્રમ જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરેના અધ્યક્ષસ્થાને સંપન્ન થયો હતો.
આ સ્વાગત કાર્યક્રમમાં કુલ 23 અરજદારો હાજર રહ્યા હતા, જેઓએ તેમના વિવિધ પ્રશ્નો રજૂ કર્યા. જિલ્લા વિકાસ અધિકારીએ આ સમસ્યાઓને ધ્યાનપૂર્વક સાંભળી, પ્રત્યેક અરજદારના પ્રશ્નો માટે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી અને ત્વરિત નિકાલ લાવવાની સૂચના આપી.
આરજીઓમાં વરસાદી પાણીના નિકાલ માટે કેનાલ બનાવવી, જમીન કપાતના વળતરની રકમ ચૂકવવી, ગેરકાયદેસર બાંધકામ દૂર કરવું, પેવર બ્લોકના સમારકામ કરવું, 7/12ની ક્ષતિ સુધારવી અને એસ.ટી. સ્ટોપની સુવિધા આપવી જેવા મુદ્દાઓનો સમાવેશ થયો હતો.
જિલ્લા વિકાસ અધિકારીએ તમામ 23 અરજીના સ્થળ પર જ ત્વરિત નિકાલ કરીને અરજદારોને તાત્કાલિક ઉકેલ આપ્યો. તેમની કામગીરીને લીધે અરજદારોના ચહેરા પર સંતોષ અને આનંદ દેખાયો.
આ કાર્યક્રમમાં નિવાસી અધિક કલેક્ટર ભાવિન સાગર સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્ય સરકારના સ્વાગત કાર્યક્રમને નાગરિકોએ બિરદાવી અને રાજ્ય સરકાર તથા જિલ્લા વહીવટી તંત્રનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમ જનસામાન્યના પ્રશ્નો માટે સુખદ ઉકેલ લાવવાનું એક મહત્વપૂર્ણ માધ્યમ બની ગયું.




