
આજ રોજ શ્રીમતી એચ એસ શાહ હાઈસ્કૂલમાં સંપર્ક વાલીમંડળ અને બી. એડ તાલીમાર્થીઓ ને માર્ગદર્શન મળી રહે તે બદલ એક માર્ગદર્શક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું જેમાં વાર્ષિક્ ઇનામ વિતરણ અને ભાવી શિક્ષકબનવાની તાલીમ લઇ રહેલા તાલીમાર્થીઓ ને આજના સમયમાં શિક્ષકની ભૂમિકા અંતર્ગત વાલીમંડળનાં પ્રમુખ અને અંબે સ્કૂલનાં માજી આચાર્યા શ્રીમતી નિરાલીબેન રાણા દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું. શાળાના આચાર્ય શ્રી દિલીપભાઈ ભટ્ટ દ્વારા તાલીમાર્થીઓને શિક્ષણનું મહત્વ સમજાવ્યું હતું આ કાર્યકમમાં વાલીમંડળ નાં કન્વીનરશ્રી આર. જે સોલંકી, શિક્ષક શ્રી વી. એમ. દેસાઈ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યકમનું સંચાલન બી. એડ તાલીમાર્થીનાં માર્ગદર્શક શ્રી કે. એ. પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું
રિપોર્ટ વિજયસિંહ જીતસિંહ ચૌહાણ




