ARAVALLIGUJARATMODASA

આખરે BZ નો મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાના હદમાંથી CID એ કરી ધરપકડ :એક મહિના પછી ઝડપાયો પૌઝી સ્કીમનો માસ્ટર માઈન્ડ 

અહેવાલ

અરવલ્લી :હિતેન્દ્ર પટેલ

આખરે BZ નો મહાકૌભાંડી ભુપેન્દ્રસિંહ ઝાલાની મહેસાણા જિલ્લાના હદમાંથી CID એ કરી ધરપકડ :એક મહિના પછી ઝડપાયો પૌઝી સ્કીમનો માસ્ટર માઈન્ડ

BZ માં રોકાણ કરાવી કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવનાર ભુપેન્દ્રસિંહ ઝાલા છેલ્લા કેટલાય સમય થી ફરાર હતો અને અંતે એક મહિના પછી ભુપેન્દ્રસિંહ ઝાલાની CID એ ધરપકડ કરી જેમાં આરોપીને પકડવામાં સીઆઇડી ક્રાઈમનું સફળ ઓપરેશન હાથ લાગ્યું હતું BZ ગ્રુપ પોન્ઝી સ્કીમ માં કરી ધરપકડ જેમાં મહેસાણા જિલ્લા માંથી વિસનગર તાલુકા ના દવાડા ગામ થી ભુપેન્દ્ર ઝાલા ઝડપાયો હોવાની માહિતી સામે આવી સીઆઇડી ક્રાઈમ બપોર ના 1 વાગ્યા થી મહેસાણા માં સર્ચ કરતી હતી અને અંતે 1 વાગ્યા થી તપાસ માં લાગેલી સીઆઇડી ક્રાઈમ એ ભુપેન્દ્ર ઝાલા ને 4 વાગે ઝડપ્યો શંકાસ્પદ સંપર્ક વાળા સંડોવાયેલા હોવાની તપાસ કરતી હતી બીજી તરફ ખાનગી રાહે મળેલી બાતમીએ સીઆઇડી ક્રાઈમને ભુપેન્દ્ર ઝાલા સુધી પહોંચાડી હોવાની માહિતી સામે આવી હતી. CID ક્રાઇમ એ ભુપેન્દ્રસિંહ ઝાલાના ભાઈની અટકાયત કરી હતી ઉલ્લખનીય છે કે પોતાન ભાઈની અટકાયત કર્યા પછી આખરે પૌઝી સ્કીમ ચલાવનાર મુખ્ય સૂત્રધાર હાથ લાગતા અનેક સવાલો ઉભા થયા છે

Bz ને લઇ કોર્ટમાં થયેલ ખુલાસોમાં અનેક નવા ખુલાસા સામે આવ્યા વાંચો કયા કયા નવા થયા ખુલાસાઓ

6000 હજાર કરોડના BZ કૌભાંડની ચર્ચાઓ ચારે કોર હતી એમાં પણ દિવસે ને દિવસે CID ની તપાસમાં અનેક ખુલાસો સામે આવ્યા છે અને રોજ મોટી માહિતી સામે આવી હતી BZ ફાઇનાન્સના કૌભાંડને લઈને આજ રોજ કોર્ટમાં અનેક ખુલાસાઓ થયા છે. CID ક્રાઇમે 360 કરોડના બેંક વ્યવહાર સાથે જ 52 કરોડના રોકડ વ્યવહારના ચોપડાનો ઘટસ્ફોટ કોર્ટમાં કર્યો હતો.પોલીસ તપાસમાં અત્યારસુધી 360,72,65,524 બેંક ટ્રાન્ઝેક્શન અને 52 કરોડ રોકડ હિસાબ પણ સીઆઈડી ક્રાઈમના હાથે લાગ્યા હોવાની માહિતી સામે આવી આવી છે

BZ કૌભાંડ મામલે માલપુરના આરોપી મયુર દરજીની અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી જેમાં CID ક્રાઈમે જણાવ્યું હતું કે મુખ્ય એજન્ટ મયુર દરજીનાં SBI એકાઉન્ટમાં 20 લાખથી વધુ BZ ની માલપુર બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા. તેના બીજા SBI એકાઉન્ટમાં 60 હજાર રૂપિયા BZનાં એકાઉન્ટમાં ગયા હતા. મયુર દરજીની માતા મીનાબેનના BOB એકાઉન્ટમાં 9 લાખની ટ્રાન્જેક્શન હિસ્ટ્રી મળી આવી છે. આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજીના બેંક એકાઉન્ટમાંથી રૂપિયા 29.64 લાખથી વધુની રકમ હેરફેર થઇ છે. સર્ચ દરમિયાન આરોપી મુખ્ય એજન્ટ મયુર દરજી રૂપિયા 4 કરોડથી વધુ ઉઘરાવ્યા હોય તેવી માહિતી પોલીસને હાથ લાગી છે.અન્ય 90 લાખની પણ ટ્રાન્જેક્શનની પણ માહિતી મળી છે જુદા જુદા 3 ચેક મારફતે 29.60 લાખ રૂપિયાની ઉપાડ પણ CID ક્રાઈમની તપાસમાં સામે આવી છે. મયુર દરજીના એકાઉન્ટ અને રોકડ તરીકે અત્યાર સુધી 59 લાખ 24 હજાર રૂપિયાની હેરફેર મળી આવી છે. મયુર દરજી અને તેના પિતા પાસે રહેલી લક્ઝુરિયસ ગાડી મામલે પણ સરકારી વકીલે સવાલ ઉઠાવ્યા હતા. કોઈપણ જાતની સોર્સ ઓફ ઇન્કમ બતાવ્યા વિના વપરાતી ગાડી મામલે દલીલો થઇ હતી.

વધુમાં BZ ગ્રુપની ઓફિસમાં કામ કરતા સફાઈકર્મી અને પટાવાળાની તપાસ કરતા એક નવો ખુલાસો થયો હતો જેમાં સામાન્ય નોકરી કરતા લોકોની બેન્ક હિસ્ટ્રીમાં રાહુલ રાઠોડ મહિને 10 હજાર પગારથી BZ ઓફિસમાં નોકરી કરતો હતો. તેના બેંક ખાતામાંથી અત્યાર સુધી 10 લાખથી વધુની રકમ અને કેશ લેવડ દેવડમાં 17 લાખ થી વધુ રકમની હિસ્ટ્રી સામે આવી છે.બીજા આરોપી વિશાલ ઝાલા BZ ઓફિસમાં 12,500 પગારથી નોકરી કરતો હતો. તેના ખાતામાં રૂપિયા 19 લાખથી વધુ અને 19 કરોડથી વધુની રોકડ હેરફેર મળી આવી છે. આ ઉપરાંત 1 કરોડ 85 લાખનું આંગળિયું પણ મળી આવ્યું છે.ત્રીજો આરોપી રણવીર ચૌહાણ BZ ઓફિસમાં 12000 પગારદાર હતો અને ત્યાં 4 મહિનાથી નોકરી કરતો હતો. તેના બેન્ક એકાઉન્ટમાંથી 13 લાખથી વધુનું ટ્રાન્જેક્શન મળી આવ્યું છે.ચોથો આરોપી સંજય પરમાર BZ ઓફિસમાં 7000 પગાર પર 8 મહિનાથી સફાઈકર્મી તરીકે નોકરી કરતો હતો. તેના બેંક એકાઉન્ટમાંથી 4 લાખતી વધુ ઉપરાંત 1 કરોડ 56 લાખ રોકડ અને 60 લાખનું આંગળિયું મળી આવ્યું છે.પાંચમો આરોપી દિલીપ સોલંકી BZ ઓફિસમાં 10 હજાર પગાર પર 8 મહિનાથી પટાવાળા તરીકે નોકરી કરતો હતો. તેના બેન્ક ખાતામાં 10,072 અને 1 કરોડ 20 લાખની રોકડ લેવડદેવડ મળી આવી છે.છઠ્ઠો આરોપી આશિક ભરથરી BZ ઓફિસમાં 7000 પગાર પર સફાઈનું કામ કરતો હતો. તેના બેંક ખાતામાંથી 8400 અને 44 લાખથી વધુ રોકડની લેવડદેવડ અને 8,04,620 આંગડિયાની હેરફેર મળી આવી છે.

Back to top button
error: Content is protected !!