તા.૨૭.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Zalod:ઝાલોદ નિપુણ ભારત અંતર્ગત બી.આર.સી ભવન,ઝાલોદ ખાતે તાલુકા કક્ષા નું બાળવાર્તા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
ઝાલોદ તાલુકા કક્ષા નું આયોજન બી આર સી ભવન ઝાલોદ ખાતે ૧ થી ૮ ધોરણના વિદ્યાર્થીઓ માટે વિવિધ ત્રણ વિભાગમાં વાર્તા સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પ્રથમ વિભાગ ફાઉન્ડેશનલ સ્ટેજ હતો તેમાં તેમાં પેહલો નંબર બોનીબેન કન્યા શાળામાં ભણતી વિદ્યાર્થીની ડાહયા ઇનાયા સોહિલભાઈ ,બીજો વિભાગ પ્રીપેરેટરી સ્ટેજ હતો જેમાં પ્રથમ નંબર સંગાડા મીનાક્ષી બાલુભાઈ સંગાડા ફ.વર્ગ.પ્રા શાળા મલવાસી તેમજ ત્રીજા વિભાગ મિડલ સ્ટેજ મા વાર્તા નિર્માણમાં રળિયાતી ભૂરા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની ભાભોર સ્નેહાબેન દિનેશભાઈ આવતા ત્રણેય વિદ્યાર્થીઓને બી.આર. સી કલ્પેશકુમાર ડી મુનિયા સાહેબ ના હસ્તે પ્રમાણપત્ર તેમજ રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા જેમા તાલુકા કુમાર ના તમામ ભાગ લેનાર બાળકો અને શિક્ષકો તેમજ નિર્ણાયકો હાજર રહ્યા હતા.તેમજ આ બાળકો જિલ્લા કક્ષાની સ્પર્ધા માટે હવે પછી જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન,દાહોદ (ડાયટ) ખાતે ભાગ લેશે તે તમામ બાળકો ને બી આર સી ભવન ઝાલોદ તેમજ તાલુકા શિક્ષણ સમિતિ ઝાલોદ વતી શુભેચ્છાઓ આપવામાં આવી હતી