MALIYA (Miyana):માળીયા(મી)વવાણીયા અને ખાખરેચી ગામે વર્લીફિચર્સનો જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
માળીયા(મી)વવાણીયા અને ખાખરેચી ગામે વર્લીફિચર્સનો જુગાર રમતાં બે ઈસમો ઝડપાયા
માળીયા(મી) પોલીસે વવાણીયા ગામના તળાવ પાસે દરોડો પાડી આરોપી યાસીનભાઈ હુસેનભાઈ મોવર ઉવ.૪૧ રહે.માળીયા(મી) મોવર શેરીવાળાને ડાયરીમાં વર્લી ફિચર્સના જુદા જુદા આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે પકડાયેલ આરોપી પાસેથી રોકડા રૂ.૪૫૦/- કબ્જે કર્યા હતા.
જ્યારે બીજા જુગારના દરોડામાં માળીયા(મી) પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન ખાખરેચી ગામના બસ સ્ટેન્ડ પાસે એક ઈસમ જાહેરમાં બોલપેનથી ડાયરીમાં શંકાસ્પદ હાલતમાં કઈક લખતો હોય જેથી તેને કોર્ડન કરી તલાસી લેતા નસીબ આધારીત પૈસાની હારજીતનો વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા પકડી લેવામાં આવ્યો છે, આ સાથે આરોપી તેજસભાઈ નરશીભાઈ લાંઘણોજા ઉવ.૩૮ રહે.ખાખરેચી ગામ તા.માળીયા(મી) વાળાની ધરપકડ કરી તેની પાસેયહી રોકડા રૂ.૪૭૦/-જપ્ત કર્યા છે. બંને આરોપીઓ વિરુદ્ધ માળીયા(મી) પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે.