GUJARATKALOL(Panchamahal)PANCHMAHAL

દેલોલ નજીક હાઈવે પર પસાર થતી બાઇકના પાછળ સવાર ઈસમનું અકસ્માતે પડી જવાથી સારવાર મળે તે પૂર્વે મોત.

 

તારીખ ૨૮/૧૨/૨૦૨૪

સાજીદ વાઘેલા કાલોલ 

કાલોલ તાલુકાના દેલોલ નજીક હાઈવે પર પસાર થતી બાઇકના પાછળના ભાગે બેઠેલ ઈસમનું અકસ્માતે પડી જવાથી સારવાર મળે તે પૂર્વે મોત નિપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર મૂળ રાજસ્થાનના અને હાલ વડોદરા વાઘોડિયા રોડ હીરાબા નગર ખાતે રહી કડીયાકામની છૂટક મજૂરી કરતા યુવક પ્રતાપભાઈ હુડીયાભાઈ ભાભોર સામાજિક કામે તેના કાકાને બાઈક પાછળ બેસાડી વતન રાજસ્થાન તરફ જતો હતો તે વેળાએ કાલોલના દેલોલ નજીક વૃંદાવન હોટલ પાસે પાછળ બેઠક આધેડ ઓમચંદ દલજીભાઈ ભાભોર ઉ. વ. ૫૦ રહે. મુવાલ તા.કુશલગઢ. રાજસ્થાનનાઓ અચાનક બાઈક પરથી રોડ પર પટકાતા માથા અને મોઢાના ભાગે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.પાછળ આવતા વાહનો અને સ્થાનિકોની મદદથી ઇજાગ્રસ્ત આધેડને ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે કાલોલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે અધિકારીઓએ તેઓને મૃત જાહેર કર્યા હતા. ઘટના સ્થળે પહોંચેલી કાલોલ પોલીસે મૃતકની લાશનો કબજો લઇ બાઈક ચાલકની ફરિયાદના આધારે પોસ્ટમોર્ટમ સહિત આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Back to top button
error: Content is protected !!