કાલોલ ના મેદાપુર ગામે આવેલી કરાડ નદીમાંથી મોટે પાયે રેતી ખનન મિડીયા ટીમ જોઈને ટ્રેકટરો લઈને ભાગ્યા

તારીખ ૨૮/૧૨/૨૦૨૪
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ તાલુકાના મેદાપુર ગામે આવેલી કરાડ નદીમાંથી મોટે પાયે રેતી ખનન થતું હોવાની સ્થાનિક ક્ક્ષાએ થી મળેલી માહિતી ને આધારે કાલોલ ના સ્થાનિક પત્રકારો સ્થળ ઉપર પહોંચી ગયા હતા અને કાલોલ મામલતદાર કચેરીમાં જાણ કરતા મામલતદાર રજા ઉપર હોવાનુ જાણવા મળ્યુ હતુ મિડીયા ટીમ આવી હોવાની માહિતી મળતા જ ખનન માફિયાઓ મા ભાગ દોડ મચી જવા પામી હતી તાબડતોબ એકબીજાને ફોન અને મેસેજ મારફતે મિડીયા વાળા આવ્યા હોવાની વાત પહોચાડતા ટ્રેકટર ચાલકો મા ભાગદોડ મચી ગઇ હતી અને કેટલાક ખાલી ટ્રેકટર લઈ તો કેટલાક ભરેલા ટ્રેકટરો લઈને સ્થળ ઉપર થી નાસી ગયા હતા આ સ્થળ ઉપર ગત માસે ખનન માફિયાઓ ખનીજ વિભાગના અધિકારીઓ ની સામે સાવલ લઈને મારવા માટે દોડી આવ્યા હતા અને ખનીજ વિભાગે કાલોલ પોલીસ ની મદદ થી ટ્રેકટરો ઝડપી પાડ્યા હતા આજ જગ્યાએ બેફામ રીતે રેતી ખનન થઈ રહ્યુ છે. આ રોડ ઉપર માટી અને રેતી ભરી દોડતા વાહનો શની રવી ની રજાઓ મા બિન્ધાસ્ત બની દોડી રહ્યા છે. ત્યારે સ્થાનિક સરપંચ,તલાટી કમ મંત્રી, મામલતદાર અને પોલીસ તથા ખાણ ખનીજ વિભાગની ટીમ સંકલન કરીને અસરકારક પગલા ભરે તો આ ખનન અટકે તેમ છે.
 
				




