GUJARATHALOLPANCHMAHAL

હાલોલ:વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ ખાતે સ્પોર્ટ્સ ડેની ઉજવણી કરાઇ 

 

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ

તા.૨૮.૧૨.૨૦૨૪

હાલોલ નગરના ગોધરા રોડ ખાતે આવેલ વી.એમ.શાહ ગુજરાતી મીડીયમ સ્કૂલ માં સ્પોર્ટ્સ-ડે 2024-25 ની ઉજવણી કરવામાં આવી હતી.જેમાં પ્રાથમિક વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા મશાલ માર્ચ તેમજ માધ્યમિક વિભાગ ના વિદ્યાર્થીઓ દ્વારા માર્ચ પરેડ નું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું સાથે પ્રાથમિક વિભાગ ના ધો-kg થી 8 ના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રવૃતિ કરી શાળાના આ કાર્યક્રમ ને આનંદમય બનાવવામાં આવ્યું હતું.જેમાં કે.જી વિભાગ ના બાળકો દ્વારા એરોબિક્સ, ધો-3 થી 8 ના બાળકો દ્વારા જુમ્બા(આધુનિક એક્સરસાઇઝ) ,અને પિરામિડ થી પોતાનું અદભુત કલાનું પ્રદર્શન બતાવવામાં આવ્યું હતું ત્યાર બાદ પ્રાથમિક વિભાગ ધો-kg થી 8 ના સ્પોર્ટ્સ-ડે સ્પર્ધા ની વિવધ રમતો બાળકો દ્વારા યોજવામાં આવી હતી.જેમાં સાદી દોડ,રિંગ રેસ,બોલરેસ,દેડકા કુદ, લબાચા દોડ,50મી,100મી અને 200મી દોડ સાથે રસ્સા ખેંચ અને ગોળા ફેક જેવી રમતો યોજાઈ તેમજ માધ્યમિક વિભાગના બાળકોએ પણ પોતાની વિવિધ સ્પર્ધાઓ યોજી પ્રથમ,દ્વિત્ય,અને તૃતિય નંબર મેળવ્યો આમ આ કાર્યક્રમમાં મુખ્ય-મહેમાન હાલોલ મહાજન ઉંચ્ચ શિક્ષણ મંડળ ના માનંદમંત્રી સમીરભાઈ શાહ તેમજ કમીટી મેમ્બર મુકુંદભાઈ દેસાઈ, હરિદાસ ભાઈએ પોતાની હાજરી નોંધાવી હતી સાથે વી.એમ શાહ અંગ્રેજી માધ્યમના આચાર્ય રજનીકાંત ધમાલ તેમજ વી.એમ.શાહ ગુજરાતી માધ્યમ માધ્યમિક અને ઉંચ્ચતર માધ્યમિક ના આચાર્ય મૃગેન્દ્રસિંહ સોલંકી અને પ્રાથમિક વિભાગ આચાર્ય હર્ષાબેન શુકલ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં શાળાના બાળકો ના વાલી ભાઈઓ અને બહેનો પણ વિવિધ સ્પર્ધામાં ભાગ લઇ બાળકો નું મનોબળ વધાર્યું હતું આમ કાર્યક્રમના અંતમાં સ્પર્ધામાં પ્રથમ દ્વિત્ય અને તૃતિય નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને વાલી ને ઉપસ્થિત મહેમાન દ્વારા મેડલ અર્પણ કરી કાર્યક્રમની પૂર્ણતા અપાઈ હતી.

Back to top button
error: Content is protected !!