ARAVALLIGUJARATMEGHRAJ

મેઘરજમાં મફત વિતરણ માટેના મગફળીના બિયારણનો જથ્થો સીંગ ચણાના વેપારી પાસે મળી આવતા ચકચાર

અરવલ્લી

અહેવાલ :હિતેન્દ્ર પટેલ

મેઘરજમાં મફત વિતરણ માટેના મગફળીના બિયારણનો જથ્થો સીંગ ચણાના વેપારી પાસે મળી આવતા ચકચાર

અરવલ્લી, મેઘરજ: રાજ્ય સરકાર દ્વારા ખેડુતોને મફતમાં વિતરણ માટે મોકલવામાં આવતા મગફળીના બિયારણનો જથ્થો ગેરકાયદેસર રીતે એક વેપારી પાસે મળી આવતા ખેતીવાડી તંત્ર અને તાલુકા તંત્રમાં ખળભળાટ મચી ગયો છે

.

પ્રાપ્ત માહિતી મુજબ, મેઘરજ નગરના એક સિંગચણા વેપારીના દુકાને થી 40 કિલો મગફળી બિયારણનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. આ બિયારણનો ઉપયોગ સરકાર દ્વારા મફતમાં આપવામાં માટે કરવાનો હતો,

મેઘરજ તાલુકા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારીને આ અંગે ચોક્કસ માહિતી મળતાં, તેમણે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. અધિકારીઓએ મેઘરજ નગરની દુકાનોમાં તપાસ હાથ ધરી હતી, જેમાં આ વેપારીના સ્થળેથી વિતરણ માટેના બિયારણનો 40 કિલો જથ્થો મળ્યો હતો

મળતી માહિતી મુજબ મગફળી ના દાણા કોઈ અજાણ્યો શક્સ આપી ગયો હોવાની માહિતી સામે આવી છે. હાલમાં તંત્ર દ્વારા આ જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સૂત્રો મુજબ, તંત્ર અન્ય દુકાનો અને વેપારીઓની પણ તપાસ કરી શકે છે.આ ઘટનાએ પ્રશ્ન ઊભો કર્યો છે કે, ખેડૂતો માટે જે અનામત સહાય મોકલવામાં આવે છે તે સાચા લાભાર્થી સુધી કેવી રીતે પહોંચે છે અને મધ્યમાં કયા તત્ત્વો તેનો દુરુપયોગ કરે છે. તાલુકા તંત્ર અને ખેતીવાડી વિભાગ દ્વારા હાલ વધુ તપાસ ચાલુ છે અને જવાબદાર સામે કડક પગલાં લેવાના સંકેત મળ્યા છે.

Back to top button
error: Content is protected !!