ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો
AJAY SANSIDecember 28, 2024Last Updated: December 28, 2024
1 1 minute read
તા.૨૮.૧૨.૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
અજય સાંસી દાહોદ
Sanjeli:ભારત સરકાર ખેલ મંત્રાલય દ્વારા સંચાલિત નહેરુ યુવા કેન્દ્ર દ્વારા તાલુકા કક્ષાનો રમત ગમત કાર્યક્રમ સંજેલી ખાતે કન્યા વિદ્યાલયના પ્રાંગણમાં યોજાયો
શાળાના ટ્રસ્ટી શ્રી સરદારસિંહ બારીયા , નહેરુ યુવા કેન્દ્ર રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલ ભાઈ ડામોર મનીષા બેન જયેશભાઇ સંગાડા દિલીપભાઈ મકવાણા સાહેબના હસ્તે દીપ પ્રાગટય કર્યા બાદ રમત ગમતની શરૂઆત કરાઈ. કબડ્ડી , ખો ખો, ૧૦૦ મીટર ૪૦૦ મીટર દોડ, ગોળા ફેંક જેવી રમતો રમાઈ જેમાં લગભગ ૯૦ જેટલા વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ ભાગ લીધો હતો જેમાં વિજેતા બાળકોને ઇનામ વિતરણ કરવામાં આવ્યા. ભાગ લેનાર દરેક વિધાર્થીઓ ને નહેરુ યુવા કેન્દ્ર દ્વારા સર્ટીફીકેટ આપવામાં આવ્યા.નહેરુ યુવા કેન્દ્ર ના રાષ્ટ્રીય સેવા કર્મી જયપાલ ભાઈ ડામોર તથા મનીષાબેન જયેશભાઇ સંગાડા દ્વારા આચાર્ય ભેદી રણછોડભાઈ ભૂરાભાઈ,સુપરવાઈઝર મકવાણા નિલેશભાઈ તથા આજની રમતના રેફરિઓ લીલાબહેન તથા નિનામાં સાહેબ સન્માન કરવામાં આવ્યું.આજનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ બાળકો ને જિલ્લા કક્ષાએ ત્યારબાદ રાજ્યકક્ષાએ રમવા માટે પ્રોત્સાહન પૂરું પાડવામાં આવ્યું
«
Prev
1
/
77
Next
»
ઉમરેઠના લીંગડા આણંદ મુખ્ય માર્ગ પર કાર ચાલકે ફૂલ સ્પીડમાં બાઈક ને ટક્કર મારી અકસ્માત સર્જ્યો
નર્મદા જિલ્લાના ગોરા ગામે દિવાલ ધસી પડતા ત્રણ કામદારોનું મૃત્યુ,MLA ચૈતર વસાવાએ અગત્યની માંગ કરી.
જાગૃત નાગરિક દ્વારા દેશી દારૂની ભઠ્ઠીઓ નો વિડ્યો વાયરલ કરી પોલીસની પોલ ખોલ્લી
«
Prev
1
/
77
Next
»
AJAY SANSIDecember 28, 2024Last Updated: December 28, 2024