
ઝઘડિયા જીઆઇડીસી ની ગુલશન કંપની બહાર જાહેર માર્ગ પર મોટા ટ્રકો પાર્ક કરવામાં આવતા વાહન ચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો.


એક સાઇડ રોડ પર ટ્રકો પાર્ક કરી જામ કરી દેતા લોકો રોંગ સાઇડ વાહનો હંકારવા મજબૂર બન્યા
ભરૂચ જિલ્લાની ઝઘડિયા જીઆઇડીસીમાં મોટા મોટા ઉદ્યોગો આવેલા છે પરંતુ પાર્કિંગની અપૂરતી સુવિધા હોય તેમ લાગી રહ્યું છે, ઝઘડિયા જીઆઇડીસીમાં મટીરીયલ લઈને આવતા વાહનો મહિનાઓ સુધી જાહેર માર્ગ પર લાઈન બંધ પાર્ક કરવામાં આવતા હોય છે જેના કારણે જાહેર માર્ગ પરથી અવર-જવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને અનેક વખત અકસ્માતો પણ સર્જાતા હોય છે, ઝઘડિયા જીઆઇડીસી માં આવેલી ગુલશન પોલિયોલ્સ કંપનીમાં ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવેલા 70 થી વધુ ટ્રકો જીઆઇડીસીમાં ચારે બાજુ જાહેર માર્ગ પર પાર્ક કરવામાં આવ્યા હોવાનું ડ્રાઇવરો એ જણાવ્યું હતું, ઉત્તર પ્રદેશથી ગુલશન પોલિયોલ્સ કંપનીમાં મકાઈ લઈને આવેલા ટ્રક ડ્રાઇવરો એ જણાવ્યું હતું કે કંપની દ્વારા પાંચ દિવસ ઉપરાંતથી તેમની ટ્રકોમાં ભરેલું મટીરીયલ ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરી ઉભા રહ્યા છે છેલ્લા પાંચ દિવસ ઉપરાંતથી ટ્રક ચાલકો પોતાની ટ્રકની નીચે જ જમવાનું બનાવે છે તેમજ ગંદકીમાં પાંચ દિવસથી હાલાકી ભોગવી રહ્યા છે, ટ્રક ચાલકોના જણાવ્યા મુજબ કંપનીમાં 70 થી વધુ ટ્રકો ઉત્તર પ્રદેશથી મકાઈ ભરીને આવ્યા છે જીઆઇડીસીનું પાર્કિંગ પણ ફુલ થઈ ગયું છે અને આ ટ્રકોમાં ભરેલું મટીરીયલ કંપની દ્વારા ખાલી કરવામાં આવતું નથી જેના કારણે તેઓ જાહેર માર્ગ પર ટ્રક પાર્ક કરવા મજબૂર બન્યા છે પરંતુ રસ્તા પર વાહનો પાર્ક કરવાથી જીઆઇડીસીમાં રોજબરોજ અવર-જવર કરતા નાના વાહન ચાલકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને કેટલાક વાહન ચાલકો ને રોંગ સાઈડ પર વાહન ચલાવવા પડે છે જેના કારણે કોઈક મોટું અકસ્માત થાય તો જવાબદાર કોણ ગણાશે? ટ્રક ચાલકોએ જણાવ્યું હતું કે કંપની દ્વારા નાતો તેમના વાહનો ખાલી કરવામાં આવે છે ના તો તેમને કંપનીમાં એન્ટ્રી આપવામાં આવે છે પીવાનું પાણી તેમજ ખાવાની પણ વ્યવસ્થા કરવામાં આવતી નથી તેવા અક્ષેપ કરવામાં આવ્યા હતા, આટલી મોટી જીઆઇડીસી હોવા છતાં જો પાર્કિંગની અગવડ પડતી હોય તો જીઆઇડીસી એસોસિએશન તેમજ જીઆઇડીસી નોટિફાઇડ દ્વારા આ વાહનો પાર્ક કરવા માટે બીજી વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે તે જરૂરી બન્યું છે
ઈરફાનખત્રી
રાજપારડી




