ખીજડા મંદિરમાં ગાદીપતિનો જન્મોત્સવ

પૂ. 

રક્તદાન કેમ્પ, ફિઝિયો થેરાપી કેમ્પ ઉપરાંત ગુરુ વંદના સહિતના કાર્યક્રમો યોજાયા : સંતો મહંતો અને અગ્રણીઓએ પૂજન કર્યું
જામનગર (ભરત ભોગાયતા)
જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આદ્યપીઠ શ્રી 5 નવતનપુરી ધામ, ખીજડા મંદિર ખાતે શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મના વડા 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના 61માં જન્મ ઉત્સવ ની 1 જાન્યુઆરી, 2025ના સવારથી ઉજવણી નો પ્રારંભ થયો છે. શ્રી 5 નવતનપુરી ધામના પ્રાંગણમાં દેશ વિદેશમાંથી ઉપસ્થિત સુંદરસાથજી ભાવિકો અને રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ ની ઉપસ્થિતિમાં શ્રી કૃષ્ણ પ્રણામી ધર્મચાર્ય 108 શ્રી કૃષ્ણમણીજી મહારાજને જન્મદિવસની વધાઈ સાથે વંદના કરવામાં આવી હતી.
108 શ્રી કૃષ્ણમણીજી મહારાજના 61 માં જન્મ ઉત્સવ પ્રસંગે સવારથી જી.જી હોસ્પિટલ સ્થિત સરકારી બ્લડ બેન્કના સહયોગથી યોજાયેલ રક્તદાન કેમ્પમાં 61 થી વધુ લોકોએ રક્તદાન કરી અનોખી ગુરુ ભક્તિ અદા કરી હતી. આ તકે જરૂરિયાતમંદ લોકો માટે વિના મૂલ્ય ફિઝિયોથેરાપી કેમ્પનું પણ આયોજન કરાયું છે જેમાં જાણીતા ફિઝિયોથેરાપીસ્ટ ડો. ચિરાગ બાબરીયા અને તેની ટીમ દ્વારા હાડકા-સાંધાના દુખાવા તેમજ સ્નાયુની તકલીફ તેમજ માથાના દુખાવા વાળા દર્દીઓને દવા વગર ખાસ ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી. જેમાં પણ 60 થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓએ ટ્રીટમેન્ટ મેળવી હતી. તેમ કિંજલ કારસરીયા એ જણાવ્યુ છે
આ પ્રસંગે ધારાસભ્ય દિવ્યેશભાઇ અકબરી ધારાસભ્ય રિવાબા જાડેજા જામનગર મનપા સ્ટે. કમીટી ચેરમેન નિલેષ કગથરા સહિત મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત હતા
________________
—-regards
bharat g.bhogayata
Journalist ( gov.accre.)
b.sc.,ll.b.,d.n.y.(GAU),journalism (hindi),ind. relation &personal mnmg.(dr.rajendraprasad uni.)
jamnagar
8758659878
bhogayatabharat@gmail.com






