સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરના પાનોલી પોલીસને બાતમી મળી હતી કે, પાનોલી સો કોલોની પાછળ સ્મશાનની ખુલ્લી જગ્યામાં બાવળની આડમાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે, જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ જઈ જોતા બાવળની આડમાં ગોળ કુંડાળુ વળી પત્તા-પાના વડે જુગાર રમતા છ ઈસમોને કોર્ડન કરી રેઇડ કરતા ઝડપી પાડ્યા હતા. તેઓ પાસેથી રૂ.24,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
ઝડપાયેલા તમામ 6 આરોપીઓ પાનોલી ગામના જ છે.
સુલેમાન ઐયુબભાઈ ચેણિયા
પ્રકાશ પરસોત્તમભાઇ સોલંકી
મનિષ કંચનભાઈ પરમાર
વિનોદ નટવરભાઇ વસાવા
દામજી ઇશ્વરભાઈ વસાવા
બાબુ ચુનિલાલ વસાવા