શિનોર તાલુકાના વી.સી.ઈ કર્મીઓ દ્વારા પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું
ફૈઝ ખત્રી...શિનોર શિનોર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામ પંચાયતમાં વી.સી.ઈ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને તેઓ દ્વારા કરવામાં આવતી કામગીરીનું વળતર ઈ - ગ્રામ દ્વારા સમયસર મળતું ન હોય ,તે સમયસર મળે,ગુજરાત સરકારના જી.આર.પ્રમાણે વી.સી.ઈ કર્મીઓને ઓછું વળતર મળતું હોય તેમજ સમયસર સદર વળતર મળતું ન હોય તેથી સદર વળતર મળી રહે તે માટે ભલામણ કરવા,વી.સી.ઈ કર્મીઓ ઉપર ખોટી ફરિયાદ થાય છે તે ફરિયાદો ન થાય તેમજ સરકારી ધારાધોરણ મુજબ ફિક્સ પગાર કરવામાં આવે સહિતના મુદ્દાઓને લઈને બુધવાર ના રોજ શિનોર તાલુકાના તમામ વી.સી.ઈ કર્મીઓએ શિનોર તાલુકા સેવાસદન કચેરી ખાતે એકત્રિત થઈને શિનોર મામલતદારને આવેદનપત્ર આપી ઉપરોક્ત મુદ્દાઓનો સમયસર નિકાલ કરવામાં આવે તે માટે રજૂઆત કરવામાં આવી હતી.અને સમયસર ઉપરોક્ત મુદ્દાઓનો નિકાલ કરવામાં નહિ આવે તો તમામ વી.સી.ઈ કર્મીઓ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું તેમજ અમે પંચાયતની કામગીરી સંપૂર્ણ બંધ કરી દઈશું અને તેના પરિણામો જે કંઈ આવશે તેની જવાબદારી આપણી તેમજ સરકાર ની રહેશે તેમ જણાવ્યું હતું.




