GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:માલધારી વિકાસ સંગઠન દ્વારા પશુઓની અવાર નવાર ચોરીની ઘટનાને લઈને મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત

MORBI:માલધારી વિકાસ સંગઠન દ્વારા પશુઓની અવાર નવાર ચોરીની ઘટનાને લઈને મોરબી જિલ્લા કલેકટરને લેખિતમાં રજુઆત

 

 

Oplus_131072

મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુંમતુ માલધારીઓના પશુઓની અવાર નવાર તસ્કરી કરવામાં આવી રહી છે ત્યારે આ તસ્કરોને ઝડપી પાડી કડક કાર્યવાહી કરવા માલધારી વિકાસ સંગઠન દ્વારા કલેકટરને લેખિત રજૂઆત કરી માંગ કરી છે.
કચ્છ જિલ્લા માલધારી વિકાસ સંગઠન પ્રમુખ દ્વારા મોરબી જીલ્લા કલેકટરને લેખિત રજૂઆત કરી જણાવ્યું હતું કે ઘુમંતુ માલધારીઓ કે પોતાના પશુઓની નિભાવ કરવા માટે એક જીલ્લા થી બીજા જીલ્લામા સ્થળાંતર કરીને પશુ ઘેટા-બકરાનો નિભાવ કરવા માટે જતા હોય છે. અવાર- નવાર પશુઓની તસ્કરી કરી હેરાન પરેશાન કરવામાં આવે છે. તેવી માલધારીઓની અનેકવાર ફરીયાદો હોય છે.
પરત તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી ખાસ કરીને સુરેન્દ્રનગર – મોરબી જીલ્લામાં તસ્કરીની ઘટના અવાર-નવાર સામે આવી છે. તો માલધારીઓની ફરીયાદ ને ધ્યાનમાં લઇને તસ્કરોને પકડીને કડકમા કડક કાર્યવાહી કરવા લેખિત રજૂઆત કરી છે અને જો આ તસ્કરોને તથા ચોરોને પકડવામાં નહી આવે તો સમગ્ર ગુજરાતમાં માલધારીઓ તથા માલધારી સંગઠનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી હતી.

Back to top button
error: Content is protected !!