વિજાપુર ટીબી થી મામલતદાર કચેરી મેહસાણા હાઇવે તરફ જતા રોડ ઉપર ખાડા ને કારણે લોકો પરેશાન
રોડ ના ખાડા પૂરી રોડ બનાવવા સ્થાનીક જનો ની માંગ
વાત્સલ્યમ સમાચાર
સૈયદજી બુખારી વિજાપુર
વિજાપુર ટીબી થી મામલતદાર અને મેહસાણા હાઇવે તરફ જતા રોડ ઉપર ખાડા ટેકરા પડી જતા લોકોને વાહનો લઈ અવર જવર કરવા મા ભારે તકલીફ ઊભી થઈ છે.આ રોડ ઉપર ખાનગી દવાખાનું તેમજ ટીબી હોસ્પીટલ પણ આવેલી છે. રોડ ઉપર થી દર્દી ને લઇને પસાર થવામાં દર્દીઓને પણ તકલીફ ઊભી થાય છે. રોડ વચ્ચે મસમોટા ખાડા ના કારણે ઘણી વખત દ્રી ચક્રીય વાહન ચાલક પડી જતાં હોય છે. ખાડા પડતાં વાહન ને બચાવવા જતાં અહી અકસ્માત ના પણ બનાવો બનતા હોય છે. ભાજપ મા ચૂંટાયેલ ધારાસભ્ય સી. જે ચાવડા આ રોડ ઉપર ધ્યાન આપી નવીન રોડ બનાવે તેવી સ્થાનીક લોકો મા આશાઓ ઊભી થવા પામી છે. જોકે અહીંના સ્થાનીક રહીશ ના કહેવા મુજબ ઓજી મા ચૂંટાયેલ પૂર્વ તાલુકા પ્રમુખ તેમજ પૂર્વ જીલ્લા કારોબારી ચેરમેન તેમજ ભાજપના કાર્યકરો ને પણ મૌખીક કહ્યુ છે. તેમણે પણ આ બાબતે ધારાસભ્ય ને જણાવીશું પરંતુ હજુ ખાડા પુરાયા નથી કે રોડ બન્યો નથી. આ અંગે સ્થાનિક મણીપુરા રોડ સોસાયટી મા રહેતા કનુ ભાઈ પટેલે જણાવ્યું હતુ કે આ બાબત ની જાણ સ્થાનીક નેતાઓ અને ધારાસભ્ય ને કરી છે. ચૂંટણી દરમ્યાન તેઓએ રોડ રસ્તા સહિત લોકો ને પડતી અગવડ દૂર કરવા ના વચન પણ આપેલ છે હાલ માં આ રોડ ની હાલત દિન પ્રતિ દિન ખૂબ જ ગંભીર બની રહી છે. તો આ રોડ ઉપર પડેલા ખાડા પૂરવા મા આવે અને નવીન રોડ બને તેવી ધારા સભ્ય સમક્ષ માંગ કરવા મા આવી છે.