GUJARATMEHSANAMEHSANA CITY / TALUKO
કલેક્ટર એમ.નાગરાજનની અધ્યક્ષતા હેઠળ મહેસાણા ખાતે રોગી કલ્યાણ સમિતિની બેઠક યોજાઈ
આ બેઠકમાં વિવિધ ૧૩ ઠરાવ અંગેની ચર્ચા કરવામાં આવી.
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર, મહેસાણા
કલેકટર એમ.નાગરાજનની અધ્યક્ષતામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા રોગી કલ્યાણ સમિતિની ગવર્નિંગ બોડીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિવિધ ૧૩ ઠરાવ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં રોગી કલ્યાણ સમિતિના ફંડ, પ્રધાનમંત્રી જનઆરોગ્યના કેસો, ઓપીડી તેમજ વિવિધ વિભાગો દ્વારા કરવામાં આવેલી કામગીરી અને વિગતો તેમજ મશીનરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી.
મહેસાણાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલ, સિવિલ સર્જન ડો.ગોપીબેન પટેલ, ઇન્ચાર્જ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. ઘનશ્યામદાન ગઢવી, પીઆઇયુના કાર્યપાલક ઇજનેર એન.આર.પટેલ તેમજ સામાજિક કાર્યકર મહેશભાઈ પટેલ, રમેશભાઈ સોલંકી ,સંદીપભાઈ શેઠ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.