GUJARATNAVSARI

Navsari: માર્ગ અને મકાન વિભાગ નવસારી હેઠળના ક્ષતિગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે રિપેરીંગની કામગીરી હાથ ધરાઈ

*ભારે વરસાદને કારણે ક્ષતિગ્રસ્ત થયેલા રસ્તાઓની  રિપેરીંગ તથા  રીસરફેસીંગની થઈ રહેલી કામગીરી*

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

નવસારી  જિલ્લામાં વરસાદ તથા પુરના પાણી ઓસર્યા બાદ જિલ્લા તંત્ર દ્વારા જનજીવન પૂર્વવત કરવા પૂરજોશમાં કામગીરી કરવામાં આવી હતી. ઉપરવાસમાં ભારે વરસાદ ના કારણે નદીઓમાં પુરની સ્થિતિને પરિણામે જિલ્લામાં બિસ્માર થયેલા રસ્તાઓને મરામત કરવાની કામગીરી માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાકીદે શરૂ કરવામાં આવી છે.

વરસાદી પાણીના પ્રવાહને પરિણામે ધોવાણ પામેલા રસ્તાઓ ત્વરિત મરામત કરી લોક સમસ્યાઓનું નિયત સમયમર્યાદામાં નિરાકરણ લાવવા વહીવટી તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઇ છે. નવસારી માર્ગ અને મકાન વિભાગ હસ્તક આવેલ નવસારી સુપા બારડોલી રસ્તા ઉપરનો પૂર્ણા નદી ઉપરનો બ્રિજ  નદીનું પાણી ઓવર ટોપિંગ થવાથી  ક્ષતિગ્રસ્ત થયેલ રોડ પર મરામતની કામગીરી હાથ ધરી રેપિડ હાર્ડનિંગ કોન્ક્રીટ અને ગેબીયન વૉલનો ઉપયોગ કરી મરામતની કામગીરી પૂર્ણ કરી વાહનવ્યવહાર માટે ખુલ્લો મૂકવામાં આવેલ હતો.

મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યને જોડતા મુખ્ય જીલ્લા માર્ગ માનકુનિયા આંકલાછ રોડ જેના એબટમેન્ટ વોલનો આંશિક ભાગ સ્કાઉરીંગ તથા પાઇપીંગ અસરના કારણે તૂટી જવા પામેલ હતો , જે તાત્કાલિક સ્લેબ ડ્રેઈન ડીસમેન્ટલ કરી 6.5 મી. જેટલી ઊંડાઇમાં 1500 મી.મી. ના પાઇપ-નાળા નાખી બંને તરફ ગેબીયન વોલ બનાવી ચાલુ વરસાદમાં વાહન વ્યવહાર પુર્વવત ચાલુ કરી દેવામાં આવેલ હતો.
<span;>ઉપરાંત માર્ગ અને મકાન વિભાગ દ્વારા મરામત કરવા-પાત્ર રસ્તાઓની રોજ-બરોજ મેટલ પેચ અને કોલ્ડ-મીક્ષ પેચ વડે મરામત કરવામાં આવે છે, વધુમાં  આવતી કાલથી ડામર પેચની કામગીરીનું આયોજન કરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!