GIR SOMNATHGIR SOMNATHKHAMBHALIYA

ગીર સોમનાથના કલેક્ટર ડી. ડી. જાડેજા ને પી.સી.સી. ફાઉન્ડેશન દ્વારા સન્માન

ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર ડી.ડી. જાડેજા સાહેબની મહત્ત્વપૂર્ણ અને પ્રેરણાદાયી કામગીરીને પી.સી.સી ફાઉન્ડેશનના ડાઇરેક્ટ ભાવના બારડ અને શૈલેષ બારડ દ્વારા તેમને સર્ટિફિકેટ પ્રદાન કરી સન્માનિત કરવામાં આવ્યા છે. ડી.ડી જાડેજા એ જિલ્લામાં વિકાસ, સુશાસન અને સામાજિક પ્રગતિ માટે નોંધપાત્ર યોગદાન આપ્યું છે, જેને કારણે તેઓએ સ્થાનિક અને રાષ્ટ્રીય સ્તરે પ્રશંસા હાંસલ કરી છે.કલેક્ટર ના નેતૃત્વ હેઠળ અનેક નાવિન્યપૂર્ણ પહેલો હાથ ધરવામાં આવી છે, જેમાં પ્રજા માટે ઉપયોગી યોજનાઓનું સુકાર્યાન્વયન, ગ્રામ વિકાસના પ્રોજેક્ટ્સ અને પર્યાવરણ જતન માટેના પ્રયાસો શામેલ છે. તેમનો જનસેવાના પ્રત્યેનો સમર્પિત અભિગમ અને જવાબદારીપૂર્ણ કાર્યશૈલી જીલ્લાની જનતાને પ્રોત્સાહિત કરે છે.આ પ્રસંગે પી.સી.સી. ફાઉન્ડેશનના ડાઇરેક્ટ ભાવના બારડે જણાવ્યું કે ડી.ડી જાડેજાની કાર્યક્ષમતા અને દુરંદેશી દ્રષ્ટિ દ્વારા સમાજના હિત માટે બહુત સુધારા જોવા મળ્યા છે. તેઓ સમાજસેવામાં પ્રતિબદ્ધ અધિકારીના ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.આ માન્યતા તેમને આગળ વધવા માટે નવી પ્રેરણા પુરી પાડશે અને આગામી સમયમાં વધુ શ્રેષ્ઠ કામગીરી માટે પ્રોત્સાહિત કરશે

વાત્સલ્યમ સમાચાર મહેન્દ્ર ટાંક ગીર સોમનાથ

Back to top button
error: Content is protected !!