હાલોલ- પંચમહોત્સવ જોવા જતા પરીવારોને નડ્યો અકસ્માત, અલગ અલગ ઘટનાઓમાં બે મહિલાઓને ગંભીર ઈજાઓ પહોચી

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૫.૧.૨૦૨૫
ઘોઘંબા તાલુકાના ખરખડી ગામનું દંપતી તેમની ત્રણ વર્ષ ની બાળકી ને લાઇ પોતાની બાઇક ઉપર વડોદરા ગયું હતું.જેઓ ગતરાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા ત્યારે હાલોલ ના ધાબાડુંગરી પાસે તેઓની બાઈકને અકસ્માત નડ્યો હતો. અકસ્માતમાં ત્રણે ને ઇજાઓ પહોચતા 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે હાલોલ ની રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. મહિલાને ગંભીર ઇજાઓ હોવાથી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી હતી.ઘોઘંબા તાલુકાના ખરખડી ગામે રહેતા બકાભાઇ બાબુભાઈ રાઠવા તેઓની પત્ની અને ત્રણ વર્ષની બાળકીને લઈને વડોદરા કામ અર્થે ગયા હતા. જેવો ગત મોડી રાત્રે ઘરે ફરી રહ્યા હતા ત્યારે હાલોલ પાવાગઢ રોડ ઉપર પાવાગઢ બાયપાસ રોડ ની શરૂઆતમાં જ બાઇક સ્લીપ ખાઈ જતા થયેલા અકસ્માત માં ત્રણે ઇજાગ્રસ્ત થયા હતા.જેઓને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા. જ્યાં ત્રણ વર્ષની પ્રિયા બકાભાઇ રાઠવા અને તેના પિતા બકાભાઈ ને સામાન્ય ઇજાઓ પહોંચી હતી.જ્યારે માતા શિલ્પાબેન બકાભાઇ રાઠવા ને માથામાં તેમજ શરીરે ગંભીર ઇજાઓ પહોંચી હોવાથી તેઓને અહીં સારવાર આપી વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવ્યા હતા.જોકે વધુ એક બનાવમાં ગતરાત્રે વડોદરાના ગોરવા થી પાવાગઢ પંચ મહોત્સવ નિહાળવા આવેલા ભાઈ બહેનની બાઇક આગળ પાવાગઢ બાયપાસ રોડ ઉપર વિરાસત વન નજીક નીલગાય આવી જતા અકસ્માત નડ્યો હતો. અકસ્માત માં બાઇક ચાલક રાજુ રયજીભાઈ રાઠવા અને સોનલ રયજીભાઈ રાઠવા ને સારવાર માટે હાલોલ રેફરલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા.જ્યાં સોનલ રાઠવાને માથામાં ઇજાઓ પહોંચતા વધુ સારવાર માટે વડોદરા રીફર કરવામાં આવી હતી.








