GUJARATMAHISAGARSANTRAMPUR

કડાણા તાલુકાના માલવણ થી સંઘરી જવાના માર્ગ નું રી સરફેસ નું કામ ચાલુ હોવાથી વિદ્યાર્થીઓ તેમજ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા

કડાણા તાલુકાના માલવણ થી સંઘરી જવાના માર્ગનું રી સરફેસ નું કામ ચાલુ હોવાથી વિદ્યાર્થી તેમજ મુસાફરો મુશ્કેલીમાં મુકાયા.

  1. મહીસાગર જિલ્લાના કડાણા તાલુકામાં આવેલ માલવા ગામ થી સંઘરી તરફ જતા પાકા ડામર માર્ગનું રી સરફેસ કામ ચાલતું હોવાને કારણે એસટી બસો બંધ રહેતા મુસાફરો તેમજ શાળા કોલેજ અથવા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે.

મહીસાગર :- અમીન કોઠારી

કડાણા તાલુકાના માલવણ ગામે માલવણ થી સંધરી તરફ નો ડામર રોડ નું નવીન રિસરફેસ કામ ચાલતું હોય ને રોડ પર કાળી મેટલ નાં ઠગલા કરાતાં આ રોડ પર ચાલતી એસ.ટી.બસો રોડ બનવા નાં કારણે ને મેટલ નાં ઢગલા નાં કારણે છેલ્લા અઠવાડિયાથી એસટી બસો બંધ રહેતા વિદ્યાર્થી તેમજ મુસાફરો ભારે હાલાકી  નો સામનો કરી રહ્યા છે.

 

આ રસ્તે માલવણ થી આગળ વડાઝાપા.શીયાલ.નાનાધરોળા.મોટાધરોળા.સંધરીથી મલેકપુર તરફ નો બસ વ્યવહાર એક અઠવાડિયા થી બંધ હોઈ સ્કુલ કોલેજ જતાં વિધાર્થીઓ અને આ વિસ્તાર ની પ્રજા ને એસ.ટી બસો ની સેવા અઠવાડિયા થી નહીં મલતા મુશ્કેલી માં મુકાયેલ છે.

સંતરામપુર એસ.ટી.ડેપોમા પુછતાં જાણવા મળેલ કે રોડ બનતો હોવાથી બસો બંધ છે.

આ રસ્તો બનાવાય છે ને તેને લીધે બસ વ્યવહાર બંધ કરીને આ વિસ્તાર ની પ્રજા ને તથા વિધાર્થીઓ ને મુશ્કેલી માં મુકવામાં આવે તો તે શું યોગ્ય છે ખરૂં???

આ રોડ પર મેટલ નાં ઠગલા વ્યવસ્થીત રીતે હટાવાય
ને રસતાને અડચણરૂપ મેટલ વહેલી તકે દુર કરવામાં આવે ને એક અઠવાડિયા થી જે બસ વ્યવહાર બંધ છે તે પુનઃ શરુ કરાય તેવી લોકમાંગ ઉઠી છે.◊

Back to top button
error: Content is protected !!