આણંદ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં 640 બેડ તૈયાર રખાશે

આણંદ જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં 640 બેડ તૈયાર રખાશે
તાહિર મેમણ – આણંદ – 09/01/2025 – ઓક્સિજન પ્લાન્ટ કાર્યરત કરાયા હ્યુમન મેટાન્યુમોવાઇરસ (એચએમપીવી)ની સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ સતર્ક બન્યો છે.આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સિવિલ હોસ્પિટલો સહિત તમામ પીએચસી કેન્દ્ર પર આરટીપીસીઆર ટેસ્ટ અને બેડની વ્યવસ્થા કરી છે.
આણંદની જનરલ હોસ્પિટલમાં હાલ આઇસોલેશન માટે બે બેડ ની વ્યવસ્થા કરી છે. જરૂર જણાશે તો વધુ બેડની પણ વ્યવસ્થા કરી આખો આઈશોલેશન વોર્ડ બનાવવાની તૈયારી હોસ્પિટલ તંત્ર દ્વારા દર્શાવી છે. તેમજ જિલ્લામાં કુલ 640 જેટલા બેડ તૈયાર રખાશે. આરોગ્ય વિભાગ દ્વારા તમામ ડોકટરો સાથે બેઠક કરીને જરૂરી સુચનાઓ આપી છે. જિલ્લામાં પીએસએ ઓકસીજન પ્લાન્ટ 9 ચકાસણી કરીને કાર્યરત કરી દેવાયા છે.આ ઉપરાંત પુરતા પ્રમાણ ઓક્સિજનના બોટલ અને વેન્ટીલેટર તૈયાર રખાશે. તેમ જિલ્લા આરોગ્ય અધિકારી પિયુષ પટેલ જણાવ્યું છે.
આણંદ સિવિલ હોસ્પિટલમાં સિવિલ સર્જન ડૉ. અમર પંડ્યા જણાવે છે કે,એસએપીવી વાઈરસ ખાસ કરીને નાના બાળકો અને વૃદ્ધોમાં જોવા મળે છે. આ વાઈરસમાં ન્યુમોનિયા જેવા લક્ષણો જણાય છે. જે શ્વાસોશ્વાસથી ફેલાય છે. હોસ્પિટલમાં પીડિયાટ્રીશ્યન અને પીડિયાટ્રીક ઓ.પી.ડી ની સુવિધા છે. જરૂરિયાતના સમયે આઇસોલેશન માટે બે બેડ ની વ્યવસ્થા કરી છે જરૂર જણાશે તો વધુ બેડની પણ વ્યવસ્થા કરીશું. હાલ હોસ્પિટલમાં 80 બેડ ઓક્સિજન પાઇપલાઇન સાથે કનેક્ટેડ છે માટે કંઈ વાંધો આવે એમ નથી.
વાઇરસ જીવલેણ નથી ડરવાની કોઇ જરૂર નથી આરોગ્ય વિભાગના ડો રાજેશ પટેલના જણાવ્યા મુજબ આણંદ જિલ્લામાં એક પણ એચએમપીવી વાયરસ વાયરસનો એક પણ કેસ નોંધાયો નથી, આ વાયરસ નોર્મલ ગણી શકાય છે, તેના ભાગરૂપે પૂરતો દવાનો જથ્થો, આઇસોલેશન વોર્ડ તૈયાર છે, ઓક્સિજન સપ્લાયનો જથ્થો બરાબર છે. આ વાઇરસથી ડરવાની જરૂર નથી આગમચેતીથી બચી શકાય છે. ભીડભાળવાળી જગ્યાએ જવું નહીં અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું.





