BHARUCHGUJARATNETRANG

નેત્રંગ શ્રીમતી એમ.એમ ભક્ત હાઈસ્કૂલ ખાતે વાર્ષિકોત્સવની ઉજવણી કરાઇ.

રામાયણ આધારિત ડાન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા.

બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ

તા.૦૬/૦૧/૨૦૨૫

 

નેત્રંગ ગામમાં આવેલ શ્રીમતી એમ.એમ.ભક્ત સ્કૂલ ખાતે નેત્રંગ વિભાગીય કેળવણી મંડળ સંચાલિત આર.કે.ભક્ત વિદ્યાલય અને શ્રીમતી એમ.એમ ભક્ત સ્કૂલના વાર્ષિકોત્સવ ૨૦૨૪-૨૫ની ઉજવણી કરવામાં આવી.

 

જેમાં આમંત્રિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટય કરી કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાંસ્કૃતિક સમૃદ્ધિ તથા કલાત્મક અભિવ્યક્તિનું મનમોહક મિશ્રણ રજૂ કરાયું હતું. ધોરણ – ૧૧ના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ રામાયણ આધારિત ડાન્સ દ્વારા પરંપરાઓ અને મૂલ્યોનું પ્રદર્શન કરી રામાયણ થીમના સારને રંગભૂમિ પર જીવંત કર્યો હતો.

 

રંગબેરંગી નૃત્યોથી માંડીને અભિનય તથા સંગીતની ઉત્કૃષ્ટ રજૂઆત દ્વારા સ્ટેજ અને દર્શકો ગુંજી ઉઠ્યા હતા. ત્યારે ૪ વિધાર્થિનીઓ દ્વારા સમગ્ર કાર્યક્રમ દરમિયાન સ્ટેજ સંચાનલ કરવામાં આવ્યું હતું. ખૂબ સુંદર આયોજન તથા હૃદય સ્પર્શી પ્રસ્તુતિ સાથે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સામૂહિક એકતા તથા ઉજવણીની ભાવનાને દર્શાવી ત્યાં હાજર રહેલા દરેક પ્રેક્ષક મિત્રોને મંત્રમુગ્ધ કરી તેમના ઉપર કાયમી છાપ છોડી હતી.

 

આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ વિજયસિંહ સુરતીયા, હરિવદન ભક્ત, ધર્મેશ ભક્ત, રોશન ભક્ત, અને વાલીઓ, ગ્રામજનો તેમજ શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.

 

બોક્ષ – ૧

 

*રામાયણ આધારિત ડાન્સથી પ્રેક્ષકો મંત્રમુગ્ધ બન્યા.*

ધોરણ – ૧૧ની વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા સનાતન હિન્દુ ધર્મ વિશે લોકો જાણે અને અસત્ય પર સત્યની જીતથી સમગ્ર ભારતવર્ષમાં અજય-અમર બની ગયેલી કથાને સમજે તે હેતુથી શાળાના સાંસ્કૃતિક કાર્યક્રમમાં રામાયણ આધારિત ડાન્સ મંચ પર રજૂ કરવામાં આવ્યો હતો. ૧૨ મિનિટના આ ડાન્સ દરમિયાન રામાયણના ૯ જેટલા પાત્રો દ્વારા મંચ પર પ્રસ્તુત કરવામાં આવેલ ડાન્સ થી દર્શકો મંત્રમુગ્ધ બન્યા હતા. આ રામાયણ આધારિત ડાન્સમાં ૨૩ વિદ્યાર્થીઓએ ભાગ લઈ રામાયણ થીમના સારને રંગભૂમિ પર જીવંત કર્યો હતો.

 

Back to top button
error: Content is protected !!