GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI: મોરબી મહાપાલિકા દ્વારા પ્રથમ વિકાસના કાર્યનું ખાતમુર્હુત ભાજપના આગેવાનોને જ આમંત્રણ આપી કિન્નખોરી રાખવામાં આવી…? કોંગ્રેસ 

MORBI: મોરબી મહાપાલિકા દ્વારા પ્રથમ વિકાસના કાર્યનું ખાતમુર્હુત ભાજપના આગેવાનોને જ આમંત્રણ આપી કિન્નખોરી રાખવામાં આવી…? કોંગ્રેસ

 

 

 

Oplus_131072

મોરબી મહાપાલિકા દ્વારા સરદારબાગના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમાં માત્ર ભાજપના આગેવાનોને જ આમંત્રણ આપી કિન્નખોરી રાખવામાં આવી હોવાના શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યા છે.

Oplus_131072

મોરબી શહેર માં ઝુલતાં પુલ ની ઘટના બની તેના કારણે મોરબી નગરપાલિકા સુપરસિડ કરવા માં આવી છે જ્યાર થી પાલિકા સુપર સિડ કરવા માં આવી ત્યાર થી ચૂંટાયેલ બોડી અસ્તિત્વ માં નથી અને વહીવટદાર મારફત નગરપાલિકા નું સંચાલન કરવા માં આવતું હતું પરંતુ ૧-૧-૨૦૨૫ ના રોજના મોરબી ને મહાનગરપાલિકા નો દરરજો આપવા માં આવ્યો અને સરકાર દ્વારા મહાનગરપાલિકા નું સંચાલન કરવા માટે કમિશ્નરશ્રી ની નિમણૂક આપવામાં આવી અને ચાર્જ પણ લઈ લીધો અને મોરબી મહાનગરપાલિકાના આવતા વિસ્તારમાં રુબરુ મુલાકાત લઈ જે કામગીરી કરી રહ્યા છે ખુબ અભિનંદન ને પાત્ર છે ત્યારે તાજેતરમાં સરદારબાગ શનાળા રોડ વિસ્તારમાં બાગ બગીચાના રીનોવેશનના કામ માટે આપશ્રી દ્વારા ત્યાં ખાતમુહૂર્ત કરવામાં આવેલું જેમાં આપના તરફથી ભારતીય જનતા પક્ષના સંગઠનના લોકોને હાજર રાખી ખાત મુર્હૂત કરવામાં આવેલ તે લોકશાહીમાં રખાયેલી કીન્નાખોરી છે મોરબી શહેર જિલ્લામાં મહાનગરપાલિકા વિસ્તારમાં અન્ય રાજકીય પક્ષો પણ અસ્તિત્વ ધરાવે છે ત્યારે તેઓને પણ કમિશ્નરશ્રી તરફથી આમંત્રણ આપવામાં આવેલ નથી તો શું સરકારશ્રીના પ્રતિનિધિઓ પણ ભાજપ પક્ષને જ પ્રતિનિધિત્વ આપવા માંગે છે..?અમારું માનવું છે
જ્યાં સુધી કોઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ના હોય અને મહાનગરપાલિકાનું અધિકારી મારફત સંચાલન થતું હોય ત્યારે કોઈ એક જ પક્ષ ને પ્રાથમિકતા આપવાના બદલે અન્ય રાજકીય પક્ષોને પણ પ્રાથમિકતા આપવી જરૂરી છે અન્ય રાજકીય પક્ષો પણ પ્રજાના પ્રશ્નો ને લઈ જાગૃત જ છે તો આ બાબતે કમિશ્નરશ્રી દ્વારા ભવિષ્યમાં પણ કોઈ એક પક્ષને પ્રાધાન્ય આપવાને બદલે બધા રાજકીય પક્ષોને પ્રાધાન્ય આપશો તેવો આશાવાદ રાખીએ છીએ.

Oplus_131072

Back to top button
error: Content is protected !!