શિનોરના આનંદી ગામે શારદા વિનય મંદિર સ્કૂલ ખાતે ખેલ મહાકુંભ 2025 અંતર્ગત ખો ખો ટુર્નામેન્ટ યોજાઈ

શિનોર... ફૈઝ ખત્રી મહાકુંભ 2025 અંતર્ગત શિનોર તાલુકાના આનંદી મુકામે તાલુકા કક્ષાની ખો - ખો ની ટુર્નામેન્ટ આયોજિત કરાઇ હતી.જેમાં અંદર 14 ભાઈઓની 4 અને બહેનોની 5 ટીમો,જ્યારે અંદર 17 ભાઈઓ અને બહેનોની ચાર - ચાર ટીમોએ ભાગ લીધો હતો.આ ખો - ખો ટુર્નામેન્ટમાં અંદર 14 ભાઈઓ અને બહેનોની ટીમમાંથી આનંદી શાળા વિજેતા બની હતી.જ્યારે અંદર 17 ભાઈઓની ટીમ માંથી એન.સી.પટેલ મોટા ફોફળીયા અને અંદર 17 ની બહેનો ની ટીમ માંથી આનંદી શાળા વિજેતા બની હતી. અત્રે ઉલ્લેખનીય છેકે શિનોર તાલુકાના આનંદી મુકામે આવેલ બી.એલ.પટેલ શારદા વિનય મંદિર ખાતે આયોજિત તાલુકા કક્ષાની ખો - ખો ટુર્નામેન્ટ ને લઈને બાળકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!