MALIYA (Miyana): માળીયા (મી.)ચીખલી ગામે ગુમ થયેલ ગાયોને કતલ કરી દેવાય:છ ઈસમોની ઘરપકડ
MALIYA (Miyana): માળીયા (મી.)ચીખલી ગામે ગુમ થયેલ ગાયોને કતલ કરી દેવાય :છ ઈસમોની ઘરપકડ
માળીયા મીં.) તાલુકાના ચિખલી ગામે ગુમ થયેલી 13 ગાયોની કતલ કરી દેવાય : 6 આરોપીઓની ઘરપકડ 50 ગાયો ચરાવવા આપી હતી તેમાંથી 14 ગાયો ગુમ થઈ હતી, એક ગાય હેમખેમ મળી આવી
માળીયા મીંયાણા તાલુકાના ચીખલી ગામેથી ફરીયાદીની તથા સાહેદોની માલીકીની મળી કૂલ ગાય (જીવ) નંગ-૫૦ આરોપી મુસ્તાક આમીનભાઇ લધાણી તથા આમીનભાઇ કરીમભાઇ લધાણી રહે. બંને ચીખલી, તા.માળીયા (મીં) વાળાને પૈસા આપી રખેવાળી કરવા સોંપેલ હોય જે પૈકી ગાય (જીવ) નંગ-૧૪ પરત નહી કરતા માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો રજીસ્ટર કરી આરોપીઓને અટક કરવામાં આવેલ તેમજ આરોપીઓની સઘન પુછપરછ કરતા ગાય નંગ-૧૩ આરોપીઓને કતલ કરવા સારૂ વેંચાણથી આપેલ હોવાની હકીકત મળતા કૂલ-૦૬ આરોપીઓ મુસ્તાક આમીનભાઇ લધાણી (ઉ.વ.૧૯), રહે. ચીખલી, તા.માળીયા (મી), આમીનભાઇ કરીમભાઈ લધાણી (ઉ.વ.૪૫), રહે. ચીખલી, તા.માળીયા (મી), રમજાન હારૂનભાઈ જામ (ઉ.વ.૩૫), રહે. જુના અંજીયાસર, તા.માળીયા (મીં), અલાઉદ્દીનભાઇ મુસાભાઈ જામ (ઉ.વ.૨૦), રહે. કાજરડા, તા.માળીયા (મીં), અબ્બાસભાઇ મુસાભાઈ મોવર (ઉ.વ.૩૩), રહે. કાજરડા, તા.માળીયા (મીં), સાઉદ્દીનભાઇ ઓસમાણભાઇ કાજેડીયા (ઉ.વ.૩૬), રહે. કાજરડા, તા.માળીયા (મીં)વાળાની અટક કરવામાં આવેલ છે. તેમજ આ કામેના ગુન્હામાં પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળની કલમોનો ઉમેરો કરી કડક કાર્યવાહી કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેકટર કે.કે.દરબાર ઇ/ચા. માળીયા મીંયાણા પોલીસ સ્ટેશન નાઓ ચલાવી રહેલ છે.