બનાસકાંઠાના વિવિધ હોમગાર્ડ યુનિટ પાલનપુરના સેમિનારમાં સાયબર ક્રાઇમ વિશે જાણકારી આપી

9 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
પાલનપુર પોલીસ હેડ કવાર્ટર ખાતે એક સેમીનાર જેમાં જિલ્લાના વિવિધ ના યુની ટ હોમગાર્ડ જવાનોને સાયબર ક્રાઇમ વિશે જાણકારી ના જાગૃત કાર્યક્રમ મોટી સંખ્યામાં પોલીસ હેડ ક્વાર્ટર ખાતે હાજર રહ્યા હતા જેમાં અનેક વિવિધ સરકારી યોજનાઓ પણ જાણકારી આપી હતી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, પાલનપુરના હેડ કોન્સ.શ્રી શૈલેષભાઇ લુવા નાઓ દ્વારા પોલીસ હેડ ક્વાર્ટર પાલનપુરના ઓડીટોરિયમ હોલ ખાતે બનાસકાંઠા જીલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટશ્રી હિંમતસિંહ રાઠોડ નાઓની ઉપસ્થિતીમાં પાલનપુર હોમગાર્ડ યુનિટ, વડગામ હોમગાર્ડ યુનિટ તથા છાપી હોમગાર્ડ યુનિટના આશરે ૧૦૦ થી વધુ હોમગાર્ડ જવાનોની સાથે સાયબર ક્રાઇમ લોકજાગૃતિ સેમિનાર યોજાયો. જેમાં મહિલા અને બાળ વિભાગની કચેરી દ્વારા પણ સરકારશ્રીની વિવિધ યોજનાઓ વિશે સારી માહીતી પુરી પાડવામાં આવી. આ કાર્યક્રમ ખૂબ જ સુંદર રહ્યો અને ઉપસ્થિત તમામ શ્રોતાઓએ આ ગમ્મત સાથે જ્ઞાન મળે તેવા રમુજી અંદાજમાં યોજાયેલ માહિતી સભર કાર્યક્રમને સારી રીતે બિરદાવ્યો.




