
વાત્સલ્યમ સમાચાર, બળવંતસિંહ ઠાકોર,વડનગર
વડનગર ખાતે ૧૬મી જાન્યુઆરી ૨૦૨૫ ના રોજ ગૃહ અને સહકાર કેન્દ્રીય મંત્રીશ્રી અમિતભાઈ શાહના અધ્યક્ષ સ્થાને યોજાનારા અનંત અનાદિ વડનગર કાર્યક્રમ ના આયોજન અંતર્ગત આજરોજ ગુજરાત રાજ્ય યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના અગ્ર સચિવશ્રી અશ્વિની કુમારના અધ્યક્ષ સ્થાને આયોજન બેઠક યોજાઇ હતી.
અગ્ર સચિવશ્રીએ કલેકટરશ્રી એમ.નાગરાજન ની આગેવાનીમાં યોજાનાર આ કાર્યક્રમ સંદર્ભે સમગ્ર આયોજનની વિગતો મેળવીને તે અંગે છણાવટ કરી હતી. તેમજ સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી સૂચનો આપી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કલેકટરશ્રી એમ.નાગરાજને પણ જિલ્લાના સમગ્ર કાર્યક્રમ ના સંબંધીત અધિકારીશ્રીઓ સાથે કાર્યક્રમ ની તૈયારી તેમજ તેના આયોજન અને કામગીરી સંદર્ભે સંકળાયેલા અધિકારીઓ સાથે વિગતો મેળવીને જરૂરી સૂચનો કર્યા હતા. માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી વડનગર ખાતે આર્કિયોલોજીકલ એક્સપિરિયન્શન ,પ્રેરણા સંકુલ પરિસરનું અને વડનગર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ નું લોકાર્પણ કરવાના છે તેમજ પ્રેરણા સંકુલના વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરશે અને શ્રી હાટકેશ્વર મંદિર તેમજ હેરીટેજ પ્રિસિન્કડ ની મુલાકાત લેનાર છે. ત્યારબાદ ગવર્મેન્ટ સાયન્સ કોલેજ ખાતે સભા યોજાનાર છે જેની પૂર્વ તૈયારી અંગે જિલ્લા વહીવટી તંત્ર ની સજ્જતા અંગે છણાવટ કરવામાં આવી હતી.
આ બેઠકમાં મ્યુઝિયમ નિયામકશ્રી પંકજ શર્મા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડો. હસરત જૈસ્મિન ,મહેસાણા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શ્રી રવિન્દ્ર ખતાલે, ડે.મ્યુનિસિપલ કમિશનર શ્રી એ.બી .મંડોરી, ખેરાલુ પ્રાંત અધિકારી ડો.એ.પી .ચૌધરી, વિસનગર પ્રાંત શ્રી દેવાંગભાઈ રાઠોડ સહિત સંબંધીત અધિકારી સર્વશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.




