શ્રી વિનય વિદ્યા મંદિર થરા મા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા યોજાઈ..
શ્રી વિનય વિદ્યા મંદિર થરા મા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા યોજાઈ..

શ્રી વિનય વિદ્યા મંદિર થરા મા તાલુકા કક્ષાનો ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત વોલીબોલ સ્પર્ધા યોજાઈ..
કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા ખાતે આવેલ શ્રી વિનય વિદ્યા મંદિરના મેદાનમાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત કાંકરેજ તાલુકા કક્ષાનો વોલી બોલ સ્પર્ધા આજરોજ તા. ૧૦/૦૧/૨૦૨૫ ને શુક્રવારના રોજ સવારે જે. વી. શાહ રેફરલ હોસ્પિટલ થરા ના અધિક્ષક ડૉ. ભરતભાઈ ચૌધરીની,શ્રી વિનય મંદિર થરાના વ્યાયામ શિક્ષક માનસુંગભાઈ ચૌધરી (એમ. વી.પટેલ)ની ઉપસ્થિતિ મા યોજાયેલ જેમાં અંડર ૧૪ ભાઈઓમાં શ્રી વિનય વિદ્યા મંદિર થરા ચેમ્પિયન થયેલ,અંડર ૧૪ બહેનોમાં મોડેલ સ્કૂલ રતનપુરા (શિ.)ચેમ્પિયન થયેલ, અંડર ૧૭ ભાઈઓ-બહેનોમાં શ્રી વિનય વિદ્યામંદિર ખોડા ચેમ્પિયન થયેલ,ઓપન એજગ્રુપ ભાઈઓ માં ખોડા ગામની ટીમ ચેમ્પિયન થયેલ.ચેમ્પિયન ટીમને શાળાના આચાર્ય હરેશભાઈ ચૌધરી અભિનંદન પાઠવ્યા હતા. સ્પર્ધામાં કોચ નરેશભાઈ કાપડી, નવનિયુક્ત કન્વીનર પ્રકાશ ડી. પટેલ, ભાવનગર શાળાના શિક્ષક ભરતભાઈ એ. પટેલ (ચાંગા) સહીત વ્યાયામ શિક્ષક મિત્રોના સાથ સહકારથી વોલીબોલ સ્પર્ધા સારી રીતે નિર્વિઘ્ને પૂર્ણ થયેલ.
નટવર કે. પ્રજાપતિ,થરા
મો. 99795 21530