“સલમાન એક સુશીલ અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. : પિતા સલીમ ખાન

સલમાન ખાન વર્ષોથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં રાજ કરી રહ્યો છે. જ્યારે પણ સલમાનની નવી ફિલ્મ આવે છે, ત્યારે ચાહકો ખૂબ ખુશ થઈ જાય છે. ત્યારે કેટલાક લોકો તેમના અંગત જીવન વિશે પણ જાણવા માંગતા હોય છે. સલમાન ક્યારે લગ્ન કરશે, તે અંગે ચાહકોને જાણવામાં વધુ રસ હોય છે. તમને જણાવી દઈએ કે કેટરિના કૈફ, સંગીતા બિજલાની અને સોમી અલી સિવાય સલમાનનું નામ ઐશ્વર્યા રાય સાથે પણ નામ ચર્ચાયું હતું, પરંતુ સલમાને કોઈ સાથે લગ્ન કર્યા નહીં.
આ વિશે તાજેતરમાં જ સલમાન ખાનના પિતા સલીમ ખાને વાતચીત દરમિયાન કહ્યું કે, સલમાનના એક તો એ કારણે પણ લગ્ન નથી થઈ રહ્યા કારણ કે, તેની વિચારસરણી થોડી અલગ છે. બાકી ખબર નથી કે, સલમાન સાથે શું વાંધો છે. “સલમાનનો લગાવ કે પ્રેમ, એ વ્યક્તિની સાથે લગાવ રહે છે, કે તે જેની સાથે કામ કરે છે. તેઓ કામ કરતી વખતે વાતચીત કરે છે. ત્યારે એકબીજા સાથે નજીક આવે છે.”
“સલમાન એક સુશીલ અને સંસ્કારી છોકરી સાથે લગ્ન કરવા ઇચ્છે છે. એવુ પણ નથી કે લગ્ન કરીને તેને ઘરે બેસાડી દેશે. જ્યારે પણ તેને અનુકૂળ થાય, ત્યારે તે તેને બદલવાની કોશિશ કરશે. તે એ છોકરીમાં તેની માતા શોધે છે. પરંતુ એ શક્ય નથી. કામ કરતી કોઈ અભિનેત્રી ઘરે બેસી નથી રહેતી. બાળકોને સ્કૂલમાં મુકવા જવા, ઘરનું ધ્યાન રાખવું.”




