GUJARAT

માલસર મુકામે ગજાનન આશ્રમ દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરાયું

ફૈઝ ખત્રી... શિનોર શિનોર તાલુકાના માંગલ્ય ધામ માલસર મુકામે નર્મદા નદીના કિનારે ગજાનન આશ્રમ આવેલો છે.આ આશ્રમ ખાતે ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા દર વર્ષે મકરસક્રાંતિના પર્વ નિમિત્તે બાળકોને પતંગ અને દોરીનું વિતરણ કરવામાં આવે છે.ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગજાનન આશ્રમ ના ગુરુજી વિજયભાઈ જોષી દ્વારા મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે મલસર તેમજ આજુબાજુ વિસ્તારના આશરે 1200 થી વધુ બાળકોને પતંગ દોરીનું વિતરણ કરવામાં આવ્યું હતું.અને ત્યારબાદ બાળકોને પેસ્ટ્રી, પુરી,સુરતી,ઉંધીયું તેમજ શુદ્ધ ઘી ની જલેબી સાથે બાળકોને ભોજન જમાડવામાં આવ્યું હતું.જેને લઇને બાળકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.

Back to top button
error: Content is protected !!