સમીર પટેલ, ભરૂચ
૨૦૨૫ ના નવા વર્ષે ૦૧-૦૧-૨૦૨૫ સાઇક્લીસ ભરૂચ થી સાઇકલ યાત્રા શરૂ કરી હતી. સાયકલિંગ યાત્રા નો ઉપદેશ “STOP OCEAN PLASTIC POLLUTION” સાથે લોકો માં જાગૃતિ લાવવાનો હતો. સાઇકલ યાત્રા દરમિયાન બગદાણા, મોગલધામ ભગુદા, સોમનાથ જેવા સ્થળો ની મુલાકાત લઈ ને અંતે તારીખ ૫-૧-૨૦૨૫ માં રોજ દ્વારકા, બેટ દ્વારકા અને નાગેશ્વર જ્યોતિલિંગ ના દર્શન કરી સફળતાપૂર્વક સાઇકલ યાત્રા પુર્ણ કરી હતી. દ્વારકાધીશ ના આશીર્વાદથી બધાજ સાઇકલિસ્ટ સફળતાપૂ્વક ૬૬૬ કિમીની સાઇકલ યાત્રા પૂરી કરી હતી.