Rajkot: રાજકોટની ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે ૧૨મી જાન્યુઆરીએ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે

તા.૧૧/૧/૨૦૨૫
વાત્સલ્યમ્ સમાચાર
Rajkot: રાજકોટ સ્થિત ધર્મેન્દ્રસિંહજી કોલેજ ખાતે તા.૧૨ જાન્યુઆરી ને રવિવારના રોજ સવારે ૯ કલાકે સાંસદ શ્રી પરશોત્તમભાઈ રૂપાલાના હસ્તે ‘આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ’નો શુભારંભ થશે. રાજકોટ મહાનગરપાલિકા અને ગુજરાત પ્રવાસન નિગમ લિ.ના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ ‘આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-૨૦૨૫’માં દેશ-વિદેશના પતંગબાજો ભાગ લેશે.
આ મહોત્સવ મેયર શ્રીમતિ નયનાબેન પેઢડીયાની અધ્યક્ષતામાં યોજાશે. આ કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી શ્રીમતિ ભાનુબેન બાબરીયા, સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યો સર્વશ્રી ઉદયભાઈ કાનગડ, શ્રી રમેશભાઈ ટીલાળા, શ્રી દર્શિતાબેન શાહ, અગ્રણી શ્રી ભરતભાઈ બોઘરા, શ્રી મુકેશભાઈ દોશી, શ્રી અશ્વિનભાઈ મોલિયા, શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા, શ્રી માધવભાઈ દવે, શ્રી બીનાબેન આચાર્ય, શ્રી લીલુબેન જાદવ, શ્રી મનીષભાઈ રાડીયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી જયમીન ઠાકર, સમાજ કલ્યાણ સમિતિના ચેરમેન શ્રી સુરેન્દ્રસિંહ વાળા, આર.એમ.સી. કમિશનર શ્રી તુષાર સુમેરા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.



