
અહેવાલ
અરવલ્લી :હિતેન્દ્ર પટેલ
મેઘરજ તાલુકાના ઢીમડા પ્રાથમીક શાળામાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો
મેઘરજ તાલુકાના ઢીમડા પ્રાથમીક શાળામાં અરવલ્લી જીલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન શાંન્તાબેન પરમાર ની ઉપસ્થિતીમાં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો .શાન્તાબેન પરમાર ના હત્સે આંગણવાડી તેમજ ધોરણ એક માં બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો સાથે બાળકોને પ્રવેશ કિટ આપવામાં આવી હતી.સાથે ઉન્ડવાં શાળા નંબર ૧ અને આંગણવાડીના બાળકોને પ્રવેશ કરાવ્યો હતો.કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારી હસિનાબેન મન્સુરી,તાલુકા પંચાયત સદસ્ય ભાવનાબેન,મોટી મોયડી સરપંચ મહેશભાઈ ડામોર,CDPO મનીષાબેન,મેઘરજ ન્યાય સમિતિ ના ચેરમેન રમિલાબેન,ઉન્ડવા સરપંચ રામીબેન પાંડોર સહીત બંન્ને શાળાના SMC ના સભ્યો ગામના આગેવામો સહીત મોટી સખ્યામાં વિધ્યાર્થીઓ હાજર રહ્યા હતા.





